Home /News /madhya-gujarat /

ખેડા: યુવતીની છેડતી કરીને બીભત્સ માંગણી કરનાર શખ્સની ધોલાઇ, શખ્સ શિક્ષક હોવાની ચર્ચા

ખેડા: યુવતીની છેડતી કરીને બીભત્સ માંગણી કરનાર શખ્સની ધોલાઇ, શખ્સ શિક્ષક હોવાની ચર્ચા

વીડિયો વાયરલ થયો.

Kapadvanj news: ચર્ચા પ્રમાણે છેડતી કરનાર વ્યક્તિ કપડવંજની એમ.પી. હાઈસ્કૂલનો શિક્ષક છે. બીજી તરફ કમનસીબે આ ઘટના અંગે કોઈ જ ફરિયાદ પણ કરવામાં આવી નથી.

    જનક જાગીરદાર, ખેડા: ખેડા જિલ્લા (Kheda district)ના કપડવંજ ખાતે એક કિશોરીની છેડતી (Kapadvanj girl molest) થયાનો બનાવ બન્યો છે. જોકે, આ મામલે હજુ સુધી મળેલી માહિતી પ્રમાણે કોઈ ફરિયાદ નથી થઈ. હાલ આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ (Viral video) થઈ રહ્યો છે. જેમાં પીડિત યુવતી સહિત અન્ય લોકો છેડતી કરનાર શખ્સની ધોલાઈ કરતા નજરે પડી રહ્યા છે. હાલ આ બનાવની શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે.

    શખ્સની સ્થાનિક લોકોએ ધોલાઈ કરી

    મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કપડવંજમાં એક યુવતીની છેડતી કરીને એક શખ્સે તેની પાસે બીભત્સ માંગણી કરી હતી. જે બાદમાં લોકોએ પકડીને આ વ્યક્તિને મેથીપાક ચખાડ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે છેડતી કરનાર વ્યક્તિ કપડવંજની એક જાણીતી સ્કૂલનો શિક્ષક છે. જોકે, આ મામલે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. ચર્ચા પ્રમાણે છેડતી કરનાર વ્યક્તિ કપડવંજની એમ.પી. હાઈસ્કૂલનો શિક્ષક છે. બીજી તરફ કમનસીબે આ ઘટના અંગે કોઈ જ ફરિયાદ પણ કરવામાં આવી નથી.

    આ પણ વાંચો: શું એક મર્યાદાથી વધારે સોનું ઘરમાં હોય તો સરકાર જપ્ત કરી શકે? જાણો ઘરમાં કેટલું સોનું રાખી શકાય

    આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ટોળે વળ્યાં છે, જ્યારે એક યુવતી આ શખ્સને ફટકારી રહી છે. બીજી એક વીડિયોમાં આરોપીનું જાણે કે સરઘષ કાઢવામાં આવ્યું હોય તેમ લોકો સાથે તેને રસ્તા પર જતો જોઈ શકાય છે. હાલ આ આખો મામલો ટોક ઑફ ધ ટાઉન બન્યો છે.

    આ પણ વાંચો: ચોમાસામાં આ ત્રણ વીમા પોલિસી લેવી સલાહભર્યું, ખરીદી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

    ગઢડા ગોપીનાથજી મંદિરના પાર્ષદ સંજય ભગત સામે ફરિયાદ

    બીજા એક બનાવમાં ગઢડા ગોપીનાથજી મંદિર (Shree Swaminarayan Temple- Gadhada) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. હવે અહીં મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી અને પાર્ષદ સામે એક મહિલાને બ્લેકમેઇલ (Black Mailing) કરવાની ફરિયાદ ગઢડા પોલીસ મથકે (Gadhada police station) નોંધાઈ છે. ગોપીનાથજી મંદિર (Gopinathji temple)ના પૂર્વ પૂજારી અને પાર્ષદ એવા સંજય ભગત (Sanjay Bhagat) સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદ પ્રમાણે સંજય ભગત અને મિલન બનાવટી તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. (વાંચો સમગ્ર અહેવાલ)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kheda, Molestation, Teacher, ગુનો, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन