Home /News /madhya-gujarat /ખેડા: કેનાલમાં ખાબકી હતી કાર, ત્રણ દિવસ બાદ મળ્યા 2 મૃતદેહ, ક્રેનથી કાર બહાર કઢાઈ

ખેડા: કેનાલમાં ખાબકી હતી કાર, ત્રણ દિવસ બાદ મળ્યા 2 મૃતદેહ, ક્રેનથી કાર બહાર કઢાઈ

ક્રેન વડે કારને બહાર કાઢવામાં આવી

Car Accident: ત્રણ દિવસના અંતે ગાડી સહિત બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ લોકો સહિત ગાડી કેનાલમાં ગરકાવ થઈ હતી.

    ખેડા: ઠાસરાના બાધરપુરા પાસેની મહી કેનાલમાં ત્રણ દિવસ પહેલા કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ દિવસના અંતે ગાડી સહિત બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ લોકો સહિત ગાડી કેનાલમાં ગરકાવ થઈ હતી. જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદ ફાયર ટીમે ગાડી સહિત અન્ય બે લોકોનાં મૃતદેહ બહાર કાઢ્યા છે, ત્યાર બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    ત્રણ દિવસ પહેલા ઠાસરાના બાધરપુરા પાસે એક કાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાધરપુરની મહી કેનાલમાં કાર ખબાકી હતી. ગાડી ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ લોકો સહિત ગાડી કેનાલના પાણીમાં ગરકાવ થઇ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા પણ બે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્રણ દિવસ સુધી તેમની ભાળ મળી નહોતી. છેવટે ફાયરની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


    આ પણ વાંચો: લો બોલો! બાલાસિનોરથી વિરણીયા સુધીનો 100 કરોડના ખર્ચે બનેલો રસ્તો 4 મહિનામાં તૂટી ગયો

    ત્રણ દિવસના અંતે ગાડી સહિત બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અમદાવાદની ફાયરની ટીમ દ્વારા શોધખોળ કરતા કેનાલમાંથી ગાડીમાં જ સવાર બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે કેનાલમાંથી ક્રેનની મદદથી ગાડી અને મૃતદેહ બહાર કરાવ્યા આવ્યા છે. કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહને ઠાસરાની સીએચસી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

    આ અકસ્માત સર્જાયો ત્યારે કારમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રહેવાસી ધર્મેન્દ્રપુરી ગોસાઈ, તેનો ભાઈ અજયપુરી ગોસાઈ અને ભારતી બાપુ સવાર હતા. જેમાં ધર્મેન્દ્રપુરી ગોસાઈનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય બે લોકો અજયપુરી ગોસાઈ અને ભારતી બાપુનો મૃતદેહ મળી આવ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Car accident, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन