જનક જાગીરદાર, ખેડા: ખેડા જિલ્લા (Kheda district)માં આજે દુષ્કર્મના બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં મહેમદાવાદમાં દીકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં સગા પિતાની પોલીસે ધરપકડ કરી છે. બીજા કેસમાં પોલીસે સારવાર કરાવવા માટે આવેલી મહિલા પર દુષ્કર્મના કેસમાં એક તબીબ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તબીબે સારવાર માટે આવેલી મહિલાને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ (Rape charge on doctor) આચર્યું હતું અને તેણીનો વીડિયો ઉતારી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે જિલ્લાના બાકરોલમાં તબીબ સામે દુષ્કર્મનો આક્ષેપ થયો છે. આરાધના હૉસ્પિટલ (Aradhana Hospital)ના ડૉક્ટર રિતેશ પટેલ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ આપી છે. મહિલાનો આક્ષેપ છે કે ડૉક્ટર છેલ્લા ત્રણ વર્ષથી તેના પર દુષ્કર્મ આચરતો રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા મહિલા જ્યારે ડૉક્ટર પાસે સારવાર કરાવવા માટે આવી હતી ત્યારે તબીબે તેણીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો
મહિલાનો આક્ષેપ છે કે દુષ્કર્મ દરમિયાન તબીબે તેનો એક વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો જાહેર કરવાની ધમકી આપીને તબીબે વારંવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત મહિલાએ આખરે કંટાળીને ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ પ્રમાણે બાકરોલ વિદ્યાનગર રોડ પર આવેલી એક હૉસ્પિટલના ગાયનિક ડૉક્ટર રિતેશ પટેલ પાસે એક સ્થાનિક મહિલા ત્રણેય વર્ષ પહેલા ચેકઅપ માટે આવી હતી. આ દરમિયાન રિતેશ પટેલે તેણીના અશ્લીલ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ડૉક્ટર રિતેશ પટેલ (Doctor Ritesh Patel) અવારનવાર મહિલાનું શારીરિક શોષણ કરતો હતો. મહિલા આ અંગેની વાત પરિવારને કરતા પરિવારે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. મહિલાની ફરિયાદ બાદ ડૉક્ટર રિતેશ પટેલ ફરાર થઈ ગયો છે. હાલ આ મામલે વલ્લભ વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
પિતાએ સગી દીકરી પર બીજી વખત બળાત્કાર ગુજારતા ચકચાર
ખેડા જિલ્લાના મહેમદાવાદ (Mahemdavad) ખાતે એક એવો બનાવ બન્યો છે, જેના વિશે સાંભળીને માથું શરમથી ઝૂકી જાય. હકીકતમાં અહીં સગા પિતાએ તેની દીકરી પર બળાત્કાર (Father rapes daughter) ગુજાર્યો છે. આ બનાવે સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહેમદાબાદના નાગરપુરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગરે (Bootlegger) તેની સગી પરિણીત દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે મહેમદાબાદ પોલીસે (Mahemdavad police) ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં સૌથી આઘાત પમાડે તેવી વાત એ છે કે પિતા પોતાની દીકરી પર બળાત્કારના કેસમાં જેલમાં હતો. પેરોલ પર છૂટ્યા બાદ નરાધમે ફરીથી પોતાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર