Home /News /madhya-gujarat /ખેડા: બે ટ્રક વચ્ચે અકસ્માત, ફસાયેલા ડ્રાઇવરને કાઢવા ક્રેઇન બોલાવી, બે કલાક ચાલ્યું રેસ્ક્યૂ
ખેડા: બે ટ્રક વચ્ચે અકસ્માત, ફસાયેલા ડ્રાઇવરને કાઢવા ક્રેઇન બોલાવી, બે કલાક ચાલ્યું રેસ્ક્યૂ
બે કલાકની જહેમત બાદ ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો
ખેડા: ગઇકાલે મોડીરાત્રે ખેડામાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. ફસાયેલા ડ્રાઇવરને કાઢવા ક્રેઇન બોલાવી, બે કલાકની જહેમત બાદ ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો.
ખેડા: ગઇકાલે મોડીરાત્રે ખેડામાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેડા તાલુકાના હરિયાળા પાટીયા પાસે અક્સ્માત સર્જાયો હતો. બે ટ્રક સામ-સામે અથડાતાં અક્સ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઇ ગયો હતો. અક્સ્માતની જાણ થતાં જ 108 અને ખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.
બે કલાકની જહેમત બાદ ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો
મોડીરાત્રે ખેડાના હરિયાળા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. શરૂઆતમાં સ્થાનિક લોકોએ ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા પોલીસ અને 108ને બોલાવાઈ હતી. જોકે, તેમાં પણ સફળતા ન મળતા ટ્રકચાલકને બચાવવા ક્રેઈન બોલાઈ હતી અને બે કલાકની જહેમત બાદ ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. ઘાયલ ચાલકને ખેડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ રેસ્ક્યૂ બે કલાક સુધી ચાલ્યું હતું, જે દરમિયાન વાહન વ્યવહાર પણ અટવાયો હતો.
બે કલાક ખેડાના જૂના બ્રિજનો વાહન વ્યવહાર બંધ રહ્યો
મળતી માહિતી અનુસાર, ગત મોડીરાત્રે ખેડા હરિયાળા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. બે ટ્રક સામસામે અથડાયા હતા. જેમાં ડ્રાઈવરના શરીરનો અડધો ભાગ કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા દોરડા વડે ટ્રકના આગળના ભાગને ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે બાદ ડ્રાઇવરનો બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઈવરને ટ્રકમાંથી રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. અક્સ્માતના બે કલાક સુધી ખેડાના જૂના બ્રિજનો વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. અક્સ્માતના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર