Home /News /madhya-gujarat /ખેડા: 6 કિમી.ના હેરિટેજ દાંડી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

ખેડા: 6 કિમી.ના હેરિટેજ દાંડી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

ખેડા જિલ્લામાંથી નડીયાદ ભૂમેલ ઉત્તરસંડામાંથી પસાર થતા હેરિટેજ દાંડી માર્ગ 6 કિમિના નવીનીકરણનું ખાતમૂહૂર્ત કેન્દ્રના માર્ગપરિવહન રાજ્યકક્ષાના પ્રધાન મનસુખભાઇ માંડવીયા હસ્તે કરાયું. જે પ્રસંગે ખેડાજિલ્લા સાંસદ અને સંગઠનના ખેડાજિલ્લા પ્રમુખ દેવુસિંહ ચૌહાણ ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક અને નડીઆદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખેડાજિલ્લા કલૅક્ટર અને જિલ્લા વિકાસઅધિકારી સહીતના સરકારીતંત્રના કર્મચારીઓ નડીઆદ શહેરના શ્રેષ્ઠિઓ ઉપસ્તિથ રહયા હતા.

સાબરમતીથી પૂજ્ય બાપુની મીઠાના સત્યાગ્રહની દાંડી યાત્રા શરુ થઇ દાંડીએ પૂર્ણ થયેલ બાપુની આ ઇતિહાસિક દાંડી યાત્રા ખેડા જિલ્લામાંથી પસાર થઇ હતી, બાપુની દાંડી યાત્રાને ભારત વર્ષના ઇતિહાસમાં સ્થાન આપવામાં માટે કેન્દ્ર સરકારે નિર્ણય કરતા ખેડાજિલ્લાના નડિયાદ ભૂમેલ માર્ગ નવીનીકરણ અને મજબૂતીકરણ માટે 26 કરોડના ખર્ચે 6 કિમિનો માર્ગ બનશે જેનું ખાતમૂહૂર્ત કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટર મનસુખભાઇ માંડવીયાના હસ્તે કરાયું.

કેન્દ્રીય રાજ્યકક્ષાના હાઇવે મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા શરુ કરી અને 6 એપ્રિલે મીઠાના કાનૂનનો સવિનય ભંગ કર્યો હતો. આ સમગ્ર રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. મહાત્મા ગાંધી જ્યાં રોકાયા હતા, રાત્રી પડાવ કર્યો હતો તે સમયે અન્ય નેતા તેમને મળવા આવતા હતા, કયા સ્થળે કોની મુલાકાત લીધી હતી એવું દ્રશ્ય શ્રાવ્ય જીવંત થાય તે માટે આ સમગ્ર હેરિટેજ રૂટ વિક્સાવવાનું નક્કી થાય છે લગભગ 950 કરોડના ખર્ચે કામ પૂર્ણ થઇ ચૂક્યું.
First published:

Tags: Inaugurated, Kheda

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन