Home /News /madhya-gujarat /નડિયાદ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: સગીરાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરનાર આધેડને મળી આજીવન કેદની સજા

નડિયાદ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: સગીરાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરનાર આધેડને મળી આજીવન કેદની સજા

મૃતક કિશોરી કૃપા, જમણે આરોપી રાજુ પટેલ

ખેડામાં બે મહિના પહેલા 15 વર્ષની સગીરાનું જાહેરમાં ગળું કાપનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ખેડાઃ બે મહિના પહેલાં ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામમાં ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી હતી. જેમાં એક 42 વર્ષના યુવકે 15 વર્ષની સગીરાનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં ફક્ત 2 મહિનામાં જ નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. જેમાં દોષિત રાજેશ ઉર્ફે રાજૂ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

કિશોરીની જ્યારે જાહેરમાં હત્યા કરવામાં આવી ત્યારે સમગ્ર ગુજારાતમાં સનસનાટી વ્યાપી ગઈ હતી. ત્યારે ફક્ત બે મહિનામાં કોર્ટનો ચુકાદો આવતા તેના પરિવારને ન્યાય મળ્યો છે. રાજુ પટેલ નામના આરોપીએ 17 ઓગસ્ટે કિશોરીના ગળામાં ભરબજારે ચપ્પુનાં ઘા મારી દીધા હતાં. હત્યાના આરોપીને તેના પરિવાર દ્વારા ફાંસીની સજાની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ધમધમી ઉઠી ગેરકાયદે ફટાકડાની હાટડીઓ, કાર્યવાહીમાં સુરસુરીયું કેમ?

ચપ્પુનાં ઘા મારી જાહેરમાં કરી હતી હત્યા


હત્યા ગામના જ 42 વર્ષીય રાજુ પટેલે કરી હતી. સાંજના સાત વાગ્યાની આસપાસ કૃપા ઠંડા પીણાની બોટલ લેવા ગઈ હતી. ત્યારે આ બનાવ બન્યો હતો. કૃપા દુકાને પહોંચી હતી ત્યારે રાજુ ત્યાં પહોંચ્યો હતો અને તેણીના ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. જે બાદમાં સગીરાને તાત્કાલિક સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે કમનસીબે કૃપાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેના શ્વાસ તૂટી ગયા હતાં. જ્યારે કૃપા હોસ્પિટલ પહોંચી ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

સમગ્ર ઘટનાની જાણ થયા બાદ માતર પોલીસ ત્રાજ ગામ ખાતે પહોંચી હતી. બનાવની ગંભીરતાને જોતા એસ.પી. અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ માતર ખાતે દોડી ગયા હતા. પોલીસ તપાસમા આરોપી આધેડે પોતાની ભત્રીજીની મિત્ર કૃપાના એકતરફી પ્રેમમાં કૃપાની હત્યા કરી હોવાનું કબલ્યું હતું. કૃપાએ આરોપી સાથે સંબંધ ના રાખતા આવેશમાં આવી આરોપીએ આ જઘન્ય કૃત્ય કર્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદના જુગારધામમાંથી ઝડપાયું કેટ સ્કેનર, જુગારીઓના પત્તાની ખોલે છે પોલ

શા માટે મહત્વપૂર્ણ છે ચુકાદો


ગ્રીસ્મા બાદ ફરી એકવાર એકતરફી પ્રેમમાં કિશોરીની હત્યા કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ચકચારી મચી ગઈ હતી. ત્યારે આ અંગે ઝડપી ન્યાય અને કાયદાકીય પ્રક્રિયા જરૂરી હતી.
First published:

Tags: Crime news, Gujarat News

विज्ञापन