Home /News /madhya-gujarat /કઠલાલના દાદાના મુવાડા ગામમાં જમીનના રાતોરાત દસ્તાવેજો થઈ ગયા, ગામ લોકોએ કર્યા ઠગાઈના આક્ષેપો
કઠલાલના દાદાના મુવાડા ગામમાં જમીનના રાતોરાત દસ્તાવેજો થઈ ગયા, ગામ લોકોએ કર્યા ઠગાઈના આક્ષેપો
ઠગાઈના આક્ષેપો
Kheda Latest News: ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં આવેલા દાદાના મુવાડા ગામમાં દોઢ વર્ષ પૂર્વે થયેલા કથિત જમીન કૌભાંડ મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે આજે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઉમંગ પટેલ, ખેડા: ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં આવેલા દાદાના મુવાડા ગામમાં દોઢ વર્ષ પૂર્વે થયેલા કથિત જમીન કૌભાંડ મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે આજે ગામલોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દોઢ વર્ષ પૂર્વે ભૂમાફિયાઓ દ્વારા દાદાના મુવાડા ગામની સરકારી ઈમારતો સહિત ખેડૂતોની જમીનના રાતોરાત દસ્તાવેજ કરી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે જમીન ખેડી પોતાની રોજી રોટી મેળવતા ખેડૂતો દસ્તાવેજનું નામ સાંભળતાની સાથે જ ગભરાઈને તંત્ર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આશરે 40 જેટલા ખેડૂતો આજે નડિયાદ કલેક્ટર કચેરીએ પહોંચી ખેડા કલેકટરને આવેદન આપ્યું હતું.
લોકો કરી રહ્યા છે ગંભીર આક્ષેપો
ઉલ્લેખનીય છે કે, રાતોરાત આખેઆખું ગામ વેચી નખાયાનો આક્ષેપ કઠલાલના દાદાના મુવાડા ગામના લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, દોઢ વર્ષે પૂર્વે દાદાના મુવાડા ગામની તમામ જમીન, મકાન, પંચાયત ઘર, દૂધની ડેરી સહિતની ઈમારતોનું બારોબાર વેચાણ કરી નાખવામાં આવ્યું હતું. ગામલોકોની અજ્ઞાનતાનો લાભ લઈ ભૂમાફિયાઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ રીતે ગામ લોકોની જમીનના બારોબાર દસ્તાવેજ થઈ જતા ગામ લોકો ભારે અચરજમાં આવી ગયા હતા. જેથી ગામલોકોએ આજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ચૌહાણ અભયસિંહ, જનકસિંહ ઠાકોર, કુંદનસિંહ ચૌહાણ અને તેમના મળતીયાઓ દિલીપસિંહ નટવરસિંહનાઓે દ્વારા ગામની જમીનના રેકર્ડ સાથે ચેડા કરી દસ્તાવેજો બનાવી નાખવામાં આવ્યા છે. આ લોકો દ્વારા અમારી જમીન હડપ કરી લેવાનું કૃત્ય આચરેલ હોય તેઓની સામે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
મામલતદારો આ મામલે જણાવ્યું કે...
નોંધનીય છે કે, આ સંદર્ભે તો બીજી તરફ કઠલાલ મામલતદાર ડી.પી.ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવેદનમાં બતાવેલા સર્વે નંબરમાં રેકર્ડ ચેક કરતા હાલ કોઈપણ જાતનો વેચાણ કે દસ્તાવેજ થયેલ નથી અને જો ભવિષ્યમાં આ સર્વે નંબરોમાં કોઈ નોંધ દાખલ થશે તો તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર