ન્યૂઝ18 ગુજરાતી: રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીનાં કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે કપડવંજ તાલુકામાં એક વર્ષ પહેલા આરોપી યુવક સગીરાને ભગાડી ગયો હતો. જે બાદ તેની પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં તેને દસ વર્ષની સખત કેદ તથા 91,000 રૂપિયા વળતર અને દંડ થયો છે.
ઓરડીમાં ગોંધી રાખીને વારંવાર બળાત્કાર ગુજાર્યો
કપડવંજ તાલુકાનાં ઝઘડુપુર તાબેના મોતીપુરા ગામનો તથા હાલ પોરડા, તા.કઠલાલ ગામે કલ્પેશ ઉર્ફે કપો ઉર્ફે કમલેશ સોમાભાઇ ગોહીલ રહેતો હતો. જેને ગત્ 18 ઓક્ટોબર-2018નાં રોજ કપડવંજ તાલુકાના ગોહીલના મુવાડામાં રહેતી 16 વર્ષની સગીરાને ફસાવીને ભગાડી ગયો હતો. જે બાદ સગીરાને વિવિધ સ્થળે જઇને ઓરડીમાં ગોંધી રાખીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની સગીરાનાં પિતાએ કપડવંજ રૂરલ પોલીસ મથકે કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત પોલીસે કલ્પેશની અટકાયત કરી હતી.
કપડવંજ પોલીસે આ ગુનો ઈપીકો કલમ 353, 366, 376(3),342 તથા પોક્સો કલમ 3 (એ), 4 મુજબ ગુનો નોંધી આરોપી વિરુધ્ધ કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ગુનાનો કેસ સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જ્યાં આરોપી યુવક કલ્પેશને 10 વર્ષની સખત કેદ થઇ છે. આ ઉપરાંત તેને 41 હજારનો દંડ ઉપરાંત પીડિત સગીરાને 50,000 રૂપિયા વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર