ઉમંગ પટેલ, ખેડા: શ્રીસ્વામીનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે મંદિરમાં આવેલ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને વડતાલ પીઠાધીપતિ પ.પુ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શનિવારે સવારે કામદા એકાદશીના શુભ દિને 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. જયારે લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાએ રામપ્રતાપજીના બંગલે 10 સાંન્ખીયોગી માતાઓને દિક્ષા આપાઈ હતી. ગાદીવાળાએ આજ દિનસુધી કુલ 252 સાંન્ખીયોગી માતાઓને દિક્ષા આપી હતી અને આચાર્યએ ગાદીઆરૂઢ થયા બાદ આજ દિન સુધી 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે.
મહારાજે કુલ 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે, કાર્તકી અને ચૈત્રી સમૈયાની એકાદશીના શુભદિને વડતાલ વડતાલ પીઠાધિપતી પ.પુ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના પાર્ષદોને ભાગવતી દિક્ષા આપવામાં આવે છે. ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે કામદા એકાદશીના શુભદિને મંદિરમાં આવેલ સ.ગુ. ગોપાળાનંદસ્વામીના આસને 5 પાર્ષદોને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. મહારાજે ગાદી આરૂઢ થયા બાદ આજ દિન સુધી કુલ 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે. નવદીક્ષિત સંતો સ્વામીનારાયણ સંપ્રદાયનો વિકાસ કરશે.
સવારે શણગાર આરતીબાદ સ.ગુ.ગોપાળાનંદસ્વામીના આસને દિક્ષા લેનાર દીક્ષાર્થી પોતાના પૂર્વાશ્રી ના માતાપિતા સાથે પોતાના ગુરૂ સાથે આવ્યા હતા. જ્યાં મંદિરના ભૂદેવ ધીરેન ભટ્ટે પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી કોઠારી સહીત સ.ગુ.ગોપાળાનંદ સ્વામીના આસને પધાર્યા હતા જ્યાં દીક્ષાર્થી પાર્ષદોને મહારાજ યજ્ઞોયતિન, કંઠી, સંતોના વસ્ત્રો ધારણ કરાવ્યા હતા. અને કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો. મહારાજ દીક્ષાર્થી સંતોને આર્શીવાદ પાઠવતા જણાવ્યું હતુ કે, આજથી તમારે સત્સંગના અર્થે શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ કરી ગુરૂની આજ્ઞામાં રેહવાનું અને ગુરૂની સેવા કરવાની સત્સંગનો વિકાસ થાય તેવા કાર્યો કરવાની શીખ આપી હતી.
ત્યારબાદ આચાર્ય મહારાજ નવદીક્ષિત સંતો સાથે મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણદેવ, શ્રીહરિકૃષ્ણમહારાજ તથા આદી દેવોના દર્શન માટે મંદિરે ગયા હતા જ્યાં નવદીક્ષિત સંતોએ શ્રીહરીને દંડવત પ્રણામ કરી સત્સંગનો વિકાસ થાય તેવા આર્શીવાદ માંગ્યા હતા. જયારે લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાએ 10 સાંખ્યીયોગી બેનોને ભાગવતી દિક્ષા આપ્યા બાદ મંદિરમાં દર્શન કરવા લઇ ગયા હતા. આજે પૂ. મહારાજએ વડતાલના 3, ગઢડા અને જુનાગઢ ના 1-1 એમ મળી કુલ 5 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. મહારાજ ગાદી આરૂઢ થયા બાદ સંપ્રદાયનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું સૌ હરિભક્તો માની રહ્યા છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર