અમદાવાદમાં ગાંજાની માંગમાં વધારો? રેલવે SOG એ દસ દિવસમાં 4 કેસ કર્યા
અમદાવાદમાં ગાંજાની માંગમાં વધારો? રેલવે SOG એ દસ દિવસમાં 4 કેસ કર્યા
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે.
હાલમાં પોલીસે આરોપીઓની પુછપરછ કરીને સમગ્ર નેટવર્કમાં મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. અગાઉ પણ અનેક વખત સામે આવ્યું છે કે પોલીસનું સઘન ચેકીંગ જોઈ કેટલાક લોકો ગાંજાનો જથ્થો બિનવારસી મૂકીને પલાયન થઈ જતાં હોય છે.
અમદાવાદ: ડ્રગ્સ માફિયા (Drugs Mafia)ઓ સામે પોલીસે લાલ આંખ કરતા હવે ગાંજાની માંગમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ રેલવે પોલીસે (Ahmedabad Railway Police) છેલ્લા દસ દિવસમાં ચાર વખત ગાંજો (ganjo) ઝડપી પાડયો છે. જો કે બે કિસ્સામાં તો ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. જો કે બીજી તરફ હવે ગાંજાની માંગ પણ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રેલવે પોલીસે ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરી કરતા માત્ર દસ જ દિવસમાં 4 કેસ કરી, 5 આરોપી ઓને ઝડપીને આશરે રૂપિયા 9 લાખનો ગાંજો જપ્ત કર્યો છે. જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો..
તારીખ
આરોપી
જથ્થો
કિંમત
17 જુલાઇ
બિનવારસી
8.169 ગ્રામ
81 હજાર
22 જુલાઇ
બિનવારસી
37.416 ગ્રામ
3.85 લાખ
23 જુલાઇ
બિનવારસી
7.963 ગ્રામ
79 હજાર
28 જુલાઇ
બિનવારસી
38.396 ગ્રામ
3.96 લાખ
પોલીસે ધરપકડ કરેલ પાંચ આરોપીઓમાં 3 મહિલા આરોપી છે. જો કે 22 મી જુલાઇ કરેલ કેસમાં બંને મહિલા આરોપીઓની પુછપરછમાં હકીકત સામે આવી છે કે તેઓ મુંબઈ રેલવે સ્ટેશન પર ભિક્ષાવૃત્તીનું કામ કરે છે. પરંતુ તેઓને રૂપિયાની લાલચ આપીને ગાંજાની હેરાફેરી કરાવતા હતા. પોલીસનું માનવું છે કે મોટાભાગના કેસમાં ગાંજો પૂરી તરફથી આવે છે. જો કે હવે ગાંજાની હેરાફેરી કરતા માફિયાઓ મોટાભાગે મહિલાઓ અને ભિક્ષુક મહિલાઓને રૂપિયાની લાલચ આપી ગાંજાની હેરાફેરી કરાવે છે.
હાલમાં પોલીસે આરોપીઓની પુછપરછ કરીને સમગ્ર નેટવર્કમાં મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. અગાઉ પણ અનેક વખત સામે આવ્યું છે કે પોલીસનું સઘન ચેકીંગ જોઈ કેટલાક લોકો ગાંજાનો જથ્થો બિનવારસી મૂકીને પલાયન થઈ જતાં હોય છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર