નડિયાદઃ પતિએ પત્ની અને પુત્રીને માર્યા છરીના ઘા, પોતાના ગળા પર માર્યું ચપ્પુ

News18 Gujarati
Updated: July 25, 2018, 2:57 PM IST
નડિયાદઃ પતિએ પત્ની અને પુત્રીને માર્યા છરીના ઘા, પોતાના ગળા પર માર્યું ચપ્પુ
ઘાયલ પવનકુમાર

નડિયાદમાં બીજા પતિએ પોતાની પત્ની અને દીકરી ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટના બની છે.

  • Share this:
જનક જાગીરદાર

નડિયાદમાં બીજા પતિએ પોતાની પત્ની અને દીકરી ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટના બની છે. બુધવારે બપોરે બનેલી આ ઘટનામાં પત્ની અને પુત્રીને ઘા માર્યા બાદ પોતાને પણ છરીના ઘા મારતા ત્રણે જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા બાદ પતિને અમદાવાદ તો પત્ની અને તેની પુત્રીને કરમસદ રિફર કરાયા હતા.

મળતી માહિતી પ્રમાણે નડિયાદના ઇન્દિરા રોડ ઉપર આવેલા શિવમ એપાર્ટમેન્ટ ફ્લેટ G3માં આજે બુધવારે બપોરે એક હિચકારી ઘટના બની છે. રાજસ્થાનના પવનકુમાર નામના શખ્સે પરિવાર સાથે રહેતો હતો. જોકે, આજે સવારમાં કોઇ કારણોસર પોતાની પત્નીના ગળાના ભાગે છરીનો ઘા માર્યો હતો. સાથે સાથે પુત્રીને પણ છરી ગોપી હતી. ત્યારબાદ પોતાની જાતે ગળાના ભાગે છરીનો ઘા માર્યો હતો. આમ ત્રણે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં પતિ અને પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પવનકુમારને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મહિલાને વધુ સારવાર અર્થે કરમસદ મેડિકલ લઇ જવામાં આવી હતી.

પવનકુમારે નિલમ ધોબી નામની વિધવા મહિલા સાથે લગ્ન કર્યા હતા. આમ પવન એ નિલમ ધોબીનો બીજો પતિ છે. કોઇ કારણો સર પવન અને નિલમ વચ્ચે ઝગડો થયો હશે અને આવેસમાં આવીને પવનકુમારે આવું ગંભીર પગલું ભર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જોકે, આ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
First published: July 25, 2018, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading