Home /News /madhya-gujarat /

Video: હોળીના શુભ પ્રસંગે કરો ડાકોરના ઠાકોરની ઘરે બેઠા આરતી

Video: હોળીના શુભ પ્રસંગે કરો ડાકોરના ઠાકોરની ઘરે બેઠા આરતી

    ખેડાજિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણ સુદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી મંગળા આરતીથી શરૂઆત રાજા રણછોડના મંદિરમાં થાય છે. આજે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સમગ્ર મંદિરના ઘુમ્મટની અંદરના ભાગમાં મંગળા આરતી સમયે અબીલ ગુલાલની છોળો જય રણછોડના નાદ સાથે પદયાત્રી ઓ ઉડાડી ફાગણી પૂનમ હોળી પર્વની ઉજવણી કરી હતી.

    જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત

    હોળીકા દહનનું શુભ મૂહર્ત : સાંજે 7:40 થી 9:00ના સમયમાં છે. 1 કલાક અને 20 મિનીટ સૌથી શ્રેષ્ઠ મૂહર્ત છે. તમને જણાવી દઈએ કે, ભદ્રા: સવારે - 8.57થી સાંજે 7:39 સુધી છે. વચમાં બપોરે 2:07થી 3:34 રાહુ કાળ છે.

    કઈ રીતે સ્થાપિત કરવામાં આવે છે હોળી

    હોળી પહેલાં હોલીદહનના સ્થાને ગંગાજળ છાંટી શુદ્ધ કરવામાં આવે છે. સોસાયટીના ચાર રસ્તા કે મકાનના ફળિયામાં હોલીદંડ સ્થાપિત કરવામાં આવે છે. ત્યાં છાણાં, સૂકાં લાકડાં, ઝાડી ગોઠવવામાં આવે છે. હોલિકાદહન પહેલાં અગ્નિપૂજન પણ કરવામાં આવે છે. સાંજે હોળી પ્રગટાવીને એમાં નાળિયેર ચડાવી અને કંકુ-ચોખાથી હોળીની પૂજા કરવામાં આવે છે. લોકો પ્રગટાવેલી હોળીની પ્રદક્ષિણા કરે છે, શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ત્યાર બાદ તાંબાના લોટામાં પાણી ભરીને હોળીને ફરતે પાણી ચડાવતાં ચડાવતાં પ્રદક્ષિણા કરવામાં આવે છે. લોકો એમાં ધાણી અને ખજૂર પણ ચડાવે છે તથા પ્રસાદ તરીકે અન્ય લોકોમાં વહેંચે છે. જો તમે હોળીની નજીકથી પ્રદક્ષિણા કરો અને તેનો તાપ તમારા શરીરને સ્પર્શે તો બીમારી તમારાથી દૂર ભાગશે, કારણે કે અગ્નિના તાપથી આપણા શરીરમાં રહેલા કફ, શર્દી, તાવ વગેરે બીમારીનાં જીવાણુ-વાઇરસનો નાશ થાય છે, એટલે કે તમારું શરીર રોગ વગરનું તંદુરસ્ત બની જાય છે. હોલિકાદહન વખતે 'હોલિકાય નમઃ' મંત્રની 108 વખત આહુતિ આપવી જોઈએ. હોલિકાદહનની મધ્યરાત્રિ સુધી દર્શનસેવન કરવું. હોળી પ્રગટાવ્યા બાદ ખજૂર, ધાણી વહેંચવામાં આવે છે અને ખાવામાં આવે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dakor

    આગામી સમાચાર