દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા

યુનુસ વ્હોરા

દક્ષિણ આફ્રિકાના મકોપામાં ત્રણથી ચાર અશ્વેત લૂંટારાઓએ લૂંટ ચલાવી ગુજરાતીને ગોળી મારી દીધી હતી.

 • Share this:
  જનક જાગીરદાર, ખેડા : વિદેશમાં વસતા વધુ એક ગુજરાતની હત્યા કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના મકોપામાં ત્રણથી ચાર અશ્વેત લૂંટારાઓએ લૂંટ ચલાવી ગુજરાતીને ગોળી મારી દીધી હતી.

  મળતી માહિતી પ્રમાણે મૂળ ઠાસરાના અને હાલ અમદાવાદ રહેતા યુનુસ વ્હોરા છેલ્લા 9 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થિર થયા હતા. ગત 20મી જૂનના રોજ મકોપા ખાતે ત્રણથી ચાર લૂંટારાઓ યુનુસ વ્હોરાની દુકાનમાં ત્રાટક્યા હતા.

  લૂંટારુઓએ લૂંટના ઇરાદે કરેલા ફાયરિંગમાં ગુજરાતીનું મોત થયું હતું, તેમજ દુકાનમાં કામ કરતો અન્ય એક કર્મી ઈજાગ્રસ્ત થયો છે. દુકાનમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓ સીસીટીવી કેમેરાના ડીવીઆરને નુકસાન પહોંચાડીને ભાગી છૂટ્યા હતા.

  Published by:Vinod Zankhaliya
  First published: