Home /News /madhya-gujarat /Cannes film festival: ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે વિદેશમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો

Cannes film festival: ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે વિદેશમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો

ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને અભિનંદન.

ફ્રાન્સ ખાતે દબદબાભેર યોજાતા અવ્વલ દરજ્જાના આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ચર્ચામાં રહી કોમલ ઠક્કરે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે. 

મુળ કચ્છની સંપુર્ણ ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર (Gujarati Actress Komal Thakkar) બે દિવસ પહેલા ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર પહોંચી આંતરરાષ્ટ્રીય સ્તરની આ ઇવેન્ટમાં ગુજરાતીઓનો ડંકો વગાડેલો. હવે આ જ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં કોમલ ઠક્કરને વિશેષ આમંત્રણ મળતાં જ તેનો અભિનેત્રી તરીકેનો મુળ જલવો બહાર આવ્યો છે. ગાલા લુકને કારણે ઉપસ્થિત અનેક લોકોમાં કોમલ વિશેષ આકર્ષણ બની હતી અને અનેક લોકો તેની સાથે સેલ્ફી સહિત ફોટોગ્રાફ લેતા નજરે પડ્યા હતા.

ફ્રાન્સ ખાતે દબદબાભેર યોજાતા અવ્વલ દરજ્જાના આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ચર્ચામાં રહી કોમલ ઠક્કરે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, નરગીસ ફખરી, ઉર્વશી રૌતેલા અને અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર પર પોતાનો ખૂબસૂરત લુક બતાવ્યો છે. બોલિવૂડ એભિનેત્રીઓની સાથે-સાથે ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે પણ રેડ કાર્પેટ પર વોડ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક લાખોમાં ભાગ્યે જ કોઈકને મળે છે. ત્યારે આ તક કોમલ ઠક્કરને મળતા ગુજરાતનું નામ ફરી એક વાર સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે. રેડ કાર્પેટ પર રેડ ગાલા લુકને કારણે કોમલ ખૂબસૂરત લાગી રહી હતી.



ખરેખરમાં ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સારી રીતે ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો- કેરળમાં સમયથી 3 દિવસ પહેલા દીધી દસ્તક

2011માં કોમલ ઠક્કરે સપોર્ટીંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના” થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gujarati movies, Gujarati news, ગુજરાતી ફિલ્મ