Home /News /madhya-gujarat /

બે જીલ્લા, 17 તા. પંચાયતનું પરિણામ, બનાસકાંઠામાં પંજો, ખેડામાં ભગવો લહેરાયો

બે જીલ્લા, 17 તા. પંચાયતનું પરિણામ, બનાસકાંઠામાં પંજો, ખેડામાં ભગવો લહેરાયો

બનાસકાંઠામાં કોંગ્રેસે તો, ખેડામાં ભાજપે બાજી મારી...

બનાસકાંઠામાં કોંગ્રેસે તો, ખેડામાં ભાજપે બાજી મારી...

    ગુજરાતમાં આજે 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ. જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 18,57,291 મતદારો પોતાના નેતા પસંદ કર્યા. તો બીજી તરફ ખેડા જિલ્લાના 11,70,863 મતદારોએ પોતાના પસંદગીના નેતા પસંદ કર્યા. તો જોઈએ મતદાતાઓએ પોતાના જીલ્લામાં કયા પક્ષને વિજય બનાવી કમાન સોંપી.

    બનાસકાંઠા જીલ્લા પંચાયતનું પરિણામ

    બનાસકાંઠામાં આ વખતે પડ્યું ગાબડું પણ આ ગાબડું કોઈ કેનાલમાં નહીં પણ ભાજપના ગઢમાં પડ્યું. ભાજપના હાથમાંથી સત્તા છીનવી કોગ્રેસે એવો સફાયો કર્યો કે ભાજપને નુકસાન વેઢવાનો વારો કર્યો.

    મહેનત પર ફરી વળ્યું પાણી. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા અને કોંગ્રેસે મારી બાજી. વિધાનસભા ચૂંટણીની જેમ જિલ્લા પંચાયતના જંગમાં ભાજપને નુકસાન વેઠવાનો વારો આવ્યો. લાગતુ હતુ કે સ્થાનિક સ્વરાજના આ સંગ્રામમાં જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો મુકશે..પણ ઉલટાનું હાથને સાથ આપી બનાસકાંઠાની જનતાએ પરિણામને ફેરવી દીધા.

    66 બેઠકના જંગમાં દરેક ક્ષણે કોંગ્રેસ ભાજપ પર હાવી થતું જોવા મળ્યું અને પરિણામે જીત કોંગ્રેસને મળી. વિધાનસભા ચૂંટણીમાં કરેલા જંગી પ્રચાર બાદ પણ ભાજપની સ્થિતિ કફોડી અને આજ પરિણામોની અસર પંચાયતના પરિણામો પર જોવા મળી. આમ 2019 પહેલાના સેમિફાઈનલ જંગ સમો આ પડકાર ભાજપને આવનારા દિવસોમાં ઝટકો આપી શકે છે.

    બનાસકાંઠાની આ તમામ બેઠક પર ભાજપે સ્થાનિક ક્ષેત્રે તમામ પ્રકારના પ્રયાસો કર્યા, પણ હવે ગામડાનો ગઢ તૂટલા ભાજપને સત્તા તો ખોવાનો વારો આવ્યો સાથે શાખ પર પણ સવાલ ઉભા થયા.

    ખેડા જીલ્લા પંચાયતનું પરિણામ

    ખેડામાં ખીલી ગયું કમળ. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસે અનેક પ્રયાસો કર્યા પણ જીત ભાજપના ફાળે રહી. આમ સત્તાના કેન્દ્ર સ્થાને ફરી ખિલી ગયું કમળ. ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી પણ થોડા સમય બાદ કોંગ્રેસના સભ્યો ભાજપમાં ભળી જતા કોંગ્રેસનું શાસન આવ્યું હતુ.

    ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ સાચવવામાં સફળ રહી. કુલ 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 28 બેઠકો પર જીત મેળવી. તો કોંગ્રેસના 16 ઉમેદવારો જીત્યા.

    ખેડા જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં પણ ભાજપનું શાસન હતું. કોંગ્રેસે ભાજપનો ગઢ તોડવા માટે એડીચોડીનું જોર લગાવ્યું હતું, પરંતુ જીત ભાજપના ફાળે રહી.

    ગત ટર્મમાં કરેલા વિકાસના કામો ભાજપ માટે ફાયદાકારક રહ્યા. લાગતુ હતુ કે કોંગ્રેસ કંઈક કમાલ કરશે પણ જનતા ભાજપની પડખે રહી અને ખેડામાં કમળ ખીલી ગયું.

    તાલુકા પંચાયતનું પરિણામ

    બનાસકાંઠા
    - બનાસકાંઠા જિલ્લાની 14 તાલુકા પંચાયતના પરિણામ જાહેર
    - 6 તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
    - 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી
    - 2 તાલુકા પંચાયતમાં ટાઈ પડી
    - ડીસા, થરાદ, સુઈગામ, અમીરગઢ, ધાનેરા અને વાવમાં ભાજપની જીત
    - ભાભર, પાલનપુર, દાંતીવાડા, વડગામ, કાંકરેજ અને દાંતામાં કોંગ્રેસની જીત
    - લાખણી અને દિયોદરમાં ટાઈ પડી

    ખેડા
    - કઠલાલ તાલુકા પંચાયત બીજેપીના ફાળે
    - કપડવંજ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે

    ગાંધીનગર
    - ગાંધીનગરમાં તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે
    Published by:kiran mehta
    First published:

    Tags: Taluka panchayat, ગુજરાત, જીલ્લા પંચાયત, પરિણામ

    આગામી સમાચાર