Home /News /madhya-gujarat /ખેડા: કિશોરીની હત્યામાં પોલીસે કર્યા અનેક ખુલાસા, મૃતકની આરોપીના ઘરે હતી અવરજવર
ખેડા: કિશોરીની હત્યામાં પોલીસે કર્યા અનેક ખુલાસા, મૃતકની આરોપીના ઘરે હતી અવરજવર
મૃતક યુવતીની ફાઇલ તસવીર
Gujarat murder mystery: આરોપીની ભત્રીજી અને મૃતક સારી બહેનપણીઓ હતી. જેથી મૃતક અવારનવાર આરોપીના ઘરે જતી હતી. પરંતુ તેની સાથે આરોપી દ્વારા અયોગ્ય વર્તાવ થયો હોવાની આશંકા છે.
ખેડા: જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામ (Traj Village) ખાતે સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવી જ હત્યા (girl murder) સામે આવી છે. ત્રાજ ગામમાં 15 વર્ષીય કિશોરીની જાહેરમાં હત્યા કરવામાં આવતા સનસનાટી વ્યાપી ગઈ છે. મૃતક કિશોરી પોતાની બહેનપણી સાથે ગામની દુકાને ઠંડા પીણાની બોટલ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ગામના 46 વર્ષીય રાજુ પટેલ (Raju Patel) નામાના વ્યક્તિએ કિશોરીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આરોપી રાજુ પટેલે કિશોરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું અને શરીરના બીજા ભાગોમાં પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. હત્યાના બનાવ બાદ કિશોરીના પરિવાર અને ગામના લોકોએ આરોપી રાજુ પટેલને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી છે. આ અંગે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં અનેક વાતોનો ખુલાસો કરવામાં આવ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીએ મૃતક કૃપાનું ગળું કાગળ કાપવાના કટરથી કાપી નાંખ્યું હતું. આરોપીની ભત્રીજી અને મૃતક સારી બહેનપણીઓ હતી. જેથી મૃતક અવારનવાર આરોપીના ઘરે જતી હતી. પરંતુ તેની સાથે આરોપી દ્વારા અયોગ્ય વર્તાવ થયો હોવાની આશંકા છે. જેના કારણે થોડા સમયથી મૃતક આરોપીના ઘરે જવાનું ટાળતી હતી. જેથી આરોપીને લાગતું હતું કે, મૃતક તેની સાથે બોલવાનું ટાળે છે. જેથી આ વાતનું મનમાં લાગી આવતા આરોપીએ આ કૃત્યને અંજામ આપ્યો હતો.
પોલીસે આ અંગે વધુમાં જણાવ્યું હતુ કે, મૃતકની એફએસએલ તપાસ થઇ કરવામાં આવી રહી છે. બીજી તરફ આરોપીની પૂછપરછ ચાલુ છે. સુરતની ઘટનામાં પોલીસે સારું કામ કર્યું હતુ અને ન્યાય અપાવ્યો હતો. આ ઘટનામાં પણ સારી રીતે તપાસ ચાલી રહી છે. પરિવારને ન્યાય મળે તે અમારું પ્રાધન્ય છે.
પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આરોપીની ઉંમર 46 વર્ષની છે. આના ઘણાં વર્ષો પહેલા છૂટાછેડા થયા છે અને તેને કોઇ બાળક નથી. એ તે માતા સાથે રહે છે. તેના ઘરની ઉપર તેનો બીજો ભાઇ રહે છે. આરોપીની માનસિક સ્થિતિ યોગ્ય લાગી રહી છે. તે કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. પરંતુ આ ઘટના બાદ તેની ક્રુર માનસિકતા છતી થાય છે.
નોંધનીય છે કે, કૃપાના પરિવારે માંગણી કરી છે કે, આરોપી રાજુ પટેલને ફાંસીની સજા થાય. બનાવ બાદ ગામમાં પણ ચકચાર મચી જવા પામી હતી. ગામના લોકોએ પણ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીએ કિશોરીના ગળાના ભાગે અને હાથના ભાગે ચપ્પાના ઘા મારી દીધા હતા.