Home /News /madhya-gujarat /હીંમતે મર્દા તો મદદે ખુદા! હાથ નથી તો શું થઈ ગયુ, હું પગથી નિભાવીશ લોકશાહીની ફરજ, સલામ છે આ યુવાનને

હીંમતે મર્દા તો મદદે ખુદા! હાથ નથી તો શું થઈ ગયુ, હું પગથી નિભાવીશ લોકશાહીની ફરજ, સલામ છે આ યુવાનને

નડિયાદના અંકિત સોનીએ પગથી કર્યું મતદાન

Gujarat Election 2022 Voting Live: હીંમતે મર્દા તો મદદે ખુદા! આજે નડિયાદના યુવક અંકિત સોની લોકશાહીની ફરજ નિભાવવા માટે પણ પહોંચ્યા હતા અને પગથી EVM માં મતદાન કરતા હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્ય થયું હતું.

    એક હિન્દી કહેવત છે! હીંમતે મર્દા તો મદદે ખુદા! આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થયું હતું. જેમાં ઘણી અવનવી અને પ્રેરણાદાયક ઘટનાઓ જોવા મળી હતી. લોકોએ કોઈપણ અગવડતા હોય તો પણ પોતાને મળેલો હક ભોગવવાની, લોકશાહીની ફરજ અદા કરવાની તૈયારી બતાવી હતી જે સરાહનિય છે.

    નડિયાદના દિવ્યાંગ યુવકે કર્યું પગથી મતદાન
    નડિયાદના યુવક અંકિત સોનીને 25 વર્ષ પહેલા કરંટ લાગ્યો હતો. અને કરંટ લાગતા તેણે બંને હાથ કપાવવાવા પડ્યા હતા. પણ અંકિત સોનીએ હિંમત હાર્યા વિના જીવવાનું ચાલુ રાખ્યું. આજે તે તમામ કામ પગથી કરે છે.



    એટલું જ નહીં તેઓ લોકશાહીની ફરજ નિભાવવા માટે પણ પહોંચ્યા હતા અને આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ evm માં પગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્ય થયું હતું.

    બ્રેઇન હેમરેજનાં ઓપરેશન બાદ મતદાન

    આણંદમાં હોસ્પિટલમાંથી દર્દીએ સીધા મતદાન કેન્દ્રમાં આવી મતદાન કર્યું આણંદની અંબાલાલ બાલશાળા ખાતે મતદાન કર્યું બ્રેઇન હેમરેજનાં ઓપરેશન બાદ 48 કલાકમાં મતદાન કર્યું હતું. તેઓને એમ્બ્યુલન્સમાંથી સીધા મતદાન કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.

    ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમ્યાન આજે અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. મત આપવાનો અધિકાર એ નાગરિક તરીકે આપણે તમામે ભોગવવો જ જોઈએ એ સમજાવતા આજે આણંદમાં મતનું મૂલ્ય સમજાવતા દ્રશ્યો સામે આવ્યા છે.

    પહેલા તબક્કાના મતદાનની ટકાવારી

    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

    પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યુ છે, ત્યારે સવારથી મતદાન કરવા મતદાન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. નાંદરવા ગામે પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદાનને લઈને સિનિયર સીટીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાંદરવા ગામે 102 વર્ષના વૃધ્ધા અને 95 વર્ષ ઉંમર ધરાવતા સિનિયર સિટીજનોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 102 વર્ષના નાનીબેન સરદારસિંહ પટેલીયા અને અન્ય 99 વર્ષના મોતીસિહે મતદાન કર્યું હતું. સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

    " isDesktop="true" id="1295207" >

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.



    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત ચૂંટણી 2022, ગુજરાત વિધાનસભા ચૂંટણી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन