Home /News /madhya-gujarat /Gujarat Election 2022 Dates: ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠકમાં 2017માં કોણ જીત્યું, કોણ હાર્યું?

Gujarat Election 2022 Dates: ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠકમાં 2017માં કોણ જીત્યું, કોણ હાર્યું?

મહેમદાવાદ બેઠક પર બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠક પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજવામાં આવશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Mehmedabad, India
    મહેમદાવાદઃ ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે ખેડાની મહેમદાવાદ બેઠક પર બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ખેડા જિલ્લામાં કુલ 6 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના અર્જુનસિંહ ચૌહાણ અને કોંગ્રેસમાંથી ગૌતમ ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના અર્જુનસિંહ ચૌહાણ જીત્યા હતા.
    NoConstituencyBJPCongressWinner
    117મહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણગૌતમ ચૌહાણBJP

    આ બેઠકમાં કયા ગામડાંનો સમાવેશ?


    આ વિધાનસભા બેઠકમાં આગરવા, આજરોલી, અજુપુરા, અકલાયા, અમૃતપુરા, ઔરંગપુરા, બાધરપુરા, ભદ્રાસા, ભરથરી, ભાટવાસણા, બોરડી, ચંદાસર, ચેતરસુંબા, ચીતલાવ, ઢુંણાદરા, ઢુંડી, એકલવેલુ, ગધાવિના મુવાડા, ગોળજ, ગુમાડીયા, હરખોલ, જાખોડ, જલાનગર, જેસાપુરા, જોરાપુરા, કાલસર, ખડગોધરા જેવા ગામોનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત ખેરાના મુવાડા, ખિજલપુર, ખિજલપુર (વાંટા), કોતરીયા, કોટલીંડોરા, મલાઇ, મંજીપુરા, મરધાકુઇ, માસરા, મોર આંબલી, મુળીયાદ, નનાદરા, નેશ, ઓઝરાળા, પાંડવણીયા, પિલોલ, પિપલવાડા, પોરડા, રખીયાલ, રાણીપોરડા, રાણીયા, રસુલપુરા (ઠાસરા), રાવળીયા, સૈયાંત, સલુણ, સેવાલિયા, સંધેલી, સંધેલીયા, શાહપુરા, શામળપુરા, સીમલજ, સુઇ, સુખીનીમુવાડી, ઉધમતપુરા, ઉંબા, ઉપલેટ, વજેવાલ, વલ્લવપુરા, વણોતી, વિંઝોલ, વિઠ્ઠલપુરા ગામોનો ઠાસરામાં સમાવેશ થાય છે.

    આ પણ વાંચોઃ મહેમદાવાદ બેઠકની A to Z માહિતી

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.



    બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन