Home /News /madhya-gujarat /ખેડા: હવે બુટલેગરોએ શોધી કાઢ્યો દારૂ ડિલિવરીનો નવો કીમિયો, પોલીસે કબ્જે કર્યો જથ્થો

ખેડા: હવે બુટલેગરોએ શોધી કાઢ્યો દારૂ ડિલિવરીનો નવો કીમિયો, પોલીસે કબ્જે કર્યો જથ્થો

લ્યો બોલો હવે બૂટલેગરો અજમાવ્યો નવો કીમિયો

Gujarat Crime News: દારૂની ડિલિવરી માટે નવો જ કીમિયો અજમાવાયો, ખેડા પોલીસે જપ્ત કર્યો વિદેશી દારૂનો જથ્થો

    ઉમંગ પટેલ, ખેડા: ખેડા ટાઉન પોલીસને વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. ખેડા ખાતે આવેલી VRL ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી કરતી હતી. જેની માહિતી મળતા પોલીસે રેડ પાડી રૂપિયા 1.75 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.

    ખેડા તાલુકાના કનેરા ગામ ખાતે આવેલી વીઆરએલ લોજિસ્ટિક કંપનીમાં હરિયાણાના સોનીપતથી આવેલ ગાડીમાં વિવિધ પાર્સલ આવ્યા હતા. જેમાં ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીને 15 પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ ભરેલી હોવાનું લાગ્યું  હતું. જે અંગે તેમણે ખેડા શહેર પોલીસને વાકેફ કર્યા હતા. જેના પગલે પીએસઆઇ સહિતનો સ્ટાફ ગોડાઉન ખાતે પહોંચી ગયો હતો અને પોલીસ ટીમે શંકાસ્પદ 15 પાર્સલ ખોલી તપાસ કરી હતી. જેમાં પોલીસને વિદેશી દારૂની  બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 1 લાખ 74 હજાર હોવાનું મનાય છે. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: સુરત: પોલીસ ચોકીમાં બકોળું પાડીને ચોર ચાલુ કોમ્પ્યુટર ઉઠાવી ગયો

    પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલા આ 15 પાર્સલ હરિયાણાના સોનીપત ખાતે આવેલ નિશા એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ પ્રથમ એક ટ્રકમાં દિલ્હી મોકલ્યા હતા. તે બાદ દિલ્હીથી ટ્રકમાં કનેરા ખાતેની વીઆરએલ લોજિસ્ટિકમાં ગત રોજ આવેલ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલા 15 પાર્સલ ભાવનગર અતાભાઈ ચોક ખાતે આવેલ ભાવનગર મિનરલ કોર્પોરેશન પર પહોંચાડવાના હતા તેવો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

    મહત્વનું છે કે, આ રીતે  ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની ડિલિવરી કરી નવો કીમિયો અપનાવ્યો છે. ત્યારે અગાઉ આવી રીતે કેટલી ડિલિવરી થઈ હશે તે પણ એક તપાસનો વિષય બન્યો હતો. પોલીસ દ્વારા માત્ર પાર્સલ મોકલનાર અને પાર્સલ મંગાવનાર વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. ગોડાઉન વિરૂદ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી ન કરતા શંકા ઉપજી હતી. જોકે હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર રેકેટને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરી ખુલાસો કરવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Liqour