Home /News /madhya-gujarat /Gujarat Election 2022: નડિયાદ બેઠક ભાજપના અભેદ કિલ્લામાં ગાબડું પાડી શકશે કોંગ્રસ? જાણો કેવું છે ચિત્ર

Gujarat Election 2022: નડિયાદ બેઠક ભાજપના અભેદ કિલ્લામાં ગાબડું પાડી શકશે કોંગ્રસ? જાણો કેવું છે ચિત્ર

નડીયાદનું ઐતિહાસિક નામ નટીપ્રદ અને પછી નટપુર હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી વડોદરાના ગાયકવાડનું રાજ હતું.

Nadiad assembly constituency : નડિયાદ બેઠક પર વર્ષ 1998થી સતત ભાજપનો જ દબદબો રહ્યો છે. નડિયાદ એટલુ મહત્વનું છે કે અહીંના રાજનૈતિક સફરને કોઈ ઓળખની જરૂર નથી. આઝાદી ચળવળમાં પણ આ નગરની કામગીરી ઘણી નોંધનિય રહી છે.

આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) યોજાવવા જઈ રહી છે. તેને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ-કોંગ્રેસ અને આપ જમીની સ્તરે મહેનત કરવામાં લાગી છે. હવે જ્યારે આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અમે આપની સમક્ષ વિવિધ બેઠકોનો ચિતાર લઈને આવીએ છીએ. જે અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ નડિયાદ બેઠક (nadiad assembly constituency) વિશે.

નડિયાદ વિધાનસભા બેઠક (Nadiad assembly seat)

નડિયાદ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. આ સાથે જ નડિયાદ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકીની 116 નંબરની વિધાનસભા બેઠક છે.

આ બેઠક અંતર્ગત નડિયાદ તાલુકાના ટુંડેલ, ડુમરાલ, પીપલગ, ઉત્તરસંડા, ભુમેલ, નરસંડા, ગુતાલ, કેરીયાવી, પીપલતા, અઢડોલ, વાલેવા, વડતાલ, રાજનગર, કંજરી, નડિયાદ વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તાર એનઆરઆઈ વિસ્તાર છે.

નડિયાદ વિધાનસભાની બેઠક પર આશરે 138202 પુરુષ મતદારો, 133918 મહિલા મતદારો છે. આમ અહીં આશરે 272120 કરતા વધુ મતદારો છે.

નડિયાદ બેઠકનો ઈતિહાસ

નડીયાદનું ઐતિહાસિક નામ નટીપ્રદ અને પછી નટપુર હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી વડોદરાના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો, નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીયાદની મુલાકાત લીધી હતી.

સ્વત્રંત ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની પણ આ જન્મભૂમિ છે. નડીઆદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. આ સાથે જ નડિયાદમાં સાક્ષરતાનો દર પણ ઘણો જ ઉંચો છે. અહીં સાક્ષરતાનો દર લગભગ 87 ટકા જેટલો છે.

જાતિગત સમીકરણ

ગુજરાતમાં ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહે છે. ત્યારે નેતાઓ હવે ટિકીટ મળે તે માટે દાવેદારો નોધાવી રહ્યા છે. ત્યારે વાત સરદાર વલ્લભભાઇ પટેલના મોસાળ એટલે કે નડિયાદના જાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પાટીદારોનો ગઢ રહ્યો છે.

અહીં 1962થી લઇને 2017 સુધી પાટીદાર ઉમેદવાર જ ચૂટણી જીતતા રહ્યા, પક્ષ કોઇ પણ હોય ઉમેદવાર પાટીદાર જ જીતતા રહ્યા છે. આ બેઠક પર પાટીદારોના 28740 મતો ઉપરાંત અહીં મુસ્લિમ સમાજના 24840, વણિક અને બ્રાહ્મણ સમાજના 16487, અનુસુચ્ત જાતિના 14215, અનુસુચિત જનજાતિના 4512 અને અન્ય મતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- મહેમદાવાદ વિધાનસભા બેઠક પર જામશે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કરી તડામાર તૈયારીઓ


રાજકીય સમીકરણ

ઉલ્લેખનીય છે કે આ બેઠક પર વર્ષ 1998થી સતત ભાજપનો જ દબદબો રહ્યો છે. નડિયાદ એટલુ મહત્વનું છે કે અહીંના રાજનૈતિક સફરને કોઈ ઓળખની જરૂર નથી. બોમ્બે સ્ટેટમાંથી જે સમયે બે રાજ્યો અલગ થયા તે સમયે એક રાજ્ય મહારાષ્ટ્ર અને બીજુ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું.

આઝાદીની ચળવળના આગેવાન મહાત્મા ગાંધી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંતરામ મંદિરમાં રાજનીતિક બેઠકો કરી છે. આમ તો નડિયાદ બેઠકનો રાજકીય ઈતિહાસ વધારે ઉતાર ચઢાવવાળો નથી. અહીંના મતદારો વારંવાર ધારાસભ્ય કે સાંસદને બદલતા નથી.

વર્ષ 1998થી નડિયાદ બેઠક પર પંકજભાઈ દેસાઈ સતત ભાજપના નિશાન પરથી ચૂંટાતા આવ્યા છે. આ પ્રજાની અડગતાનો એક પુરાવો છે. અહીં વર્ષ 1972માં પ્રથમ વખત બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આ બાદ વર્ષ 1972થી 1995 સુધી દિનશા પટેલ અને કોંગ્રેસ આ બેઠક પર છવાયેલ રહ્યા. આ દરમ્યાન તેમણે 1 ચૂંટણી નેશનલ ઈન્ડિયન કોંગ્રેસ અને અન્ય ચૂંટણી ભારતીય જનતા દળના પક્ષમાંથી લડી હતી. આ બાદ તેમણે કોંગ્રેસ સાથે જ પોતાની રાજકીય સફર આગળ ધપાવી અને ખેડા જીલ્લાની લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આ બાદ છેલ્લી 5 ટર્મથી પંકજ દેસાઈ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે અને હાલ તેઓ વિધાનસભાના મુખ્ય દંડક પણ છે.

હાર-જીતના સમીકરણ
વર્ષવિજેતા ઉમેદવારના નામપક્ષ
2017દેસાઈ પંકજભાઈબીજેપી
2012દેસાઈ પંકજભાઈબીજેપી
2007દેસાઈ પંકજભાઈબીજેપી
2002દેસાઈ પંકજભાઈબીજેપી
1998દેસાઈ પંકજભાઈબીજેપી
1996દેસાઈ ધિરેનભાઈઆઈએનસી
1995પટેલ દિનશાભાઈઆઈએનસી
1990પટેલ દિનશાભાઈજેડી
1985પટેલ દિનશાભાઈજેએનપી
1980પટેલ દિનશાભાઈજેએનપી
1972દેસાઈ બાબુભાઈઆઈએનસી
1967બી જે પટેલઆઈએનસી
1962દેસાઈ મનમોહનભાઈએસડબલ્યુએ

 ચૂંટણીના મુદ્દાઓ અને સમસ્યાઓ

નડિયાદ વિધાનસભા બેઠક પર ચૂંટણીના મુખ્ય મુદ્દા તરીકે વિકાસને જ આગળ કરવામાં આવે છે. જો ક લાંબા સમયથી ભાજપના શાસન છતા અહીં કેટલીક પ્રથમિક સુવિધાનો અભાવ તો જોવા મળે છે, જેને લઈને વિરોધ પક્ષ તો ઠીક પણ સ્થાનિક પ્રજામાં પણ થોડાઘણા અંશે નારાજગી જોવા મળે છે.

આ બેઠકના ધારાસભ્ય પંકજ દેસાઈનુ કહેવું છે કે તેમના કાર્યકાળ દરમ્યાન ઘણા વિકાસના કામ કર્યા છે. જ્યારે વિપક્ષનુ કહેવુ છે કે વિકાસના કાર્યોના નામે માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

જો મુખ્ય સમસ્યાઓની વાત કરવામાં આવે તો પાયાની કેટલીક માળખાગત સુવિધાઓથી આજે પણ નડિયાદ વંચિત છે. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા છે રોજગારીની. અહીં એકપણ એવી મોટી ઈન્ડસ્ટ્રી કે ઔદ્યોગિક એકમ નથી કે જેનાથી અહીં લોકોને વ્યાપક પણે રોજગારી મળી શકે.

આ ઉપરાંત વરસાદી પાણીના ભરાવા, બિસ્માર રોડ રસ્તા, નવા બસ સ્ટેન્ડની અધૂરી કામગીરી, ઠેર ઠેર ગંદકી અને રખડતા પશુઓ અને ટ્રાફિકની સમસ્યાઓ હજુ પણ હલ નથી થઈ. આ સાથે જ ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની સુવિધાના વાયદા પણ પૂરા થયા નથી.

આ પણ વાંચો- આણંદના સોજિત્રા વિધાનસભા મત વિસ્તારની કેવી છે સ્થિતિ? શું છે સ્થાનિકોની સમસ્યા?


વિધાનસભા 2022 માટે દાવેદારી

ભાજપમાં નડિયાદ વિધાનસભા બેઠક માટે અનેક દાવેદારો છે, જોકે વર્ષ 1998થી ચૂંટાતા પંકજ દેસાઇ ભાજપમા ઉમેદવાર તરીકે ફાઇનલ માનવામાં આવે છે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીક માનવામાં આવે છે, તેઓ હાલ ગુજરાત વિધાનસભાં મુખ્ય દંડક તરીકે ફરજ બજાવે છે,

મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત સમગ્ર મંત્રી મંડળને ઘર ભેગુ કરી દેવામાં આવ્યુ, ત્યારે તેમને મુખ્ય દંડક તરીકે યથાવત રાખવામા આવ્યા છે. એ બતાવે છે કે તેમનુ ગુજરાત ભાજપમાં તેમનુ મહત્વ કેટલું છે, જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો 5 ટર્મથી ચુંટાતા પંકજ દેસાઇ સામે કોગ્રેસને મજબુત ઉમેદવાર મળતો નથી, જેથી કોંગ્રેસમાં દાવેદારોનો પ્રમાણ ઓછુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |    
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Nadiad

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો