Home /News /madhya-gujarat /

જાણો શું છે ખેડાની કપડવંજ બેઠકની પરિસ્થિતિ, જનતાની શું છે માંગ અને કેવો છે અહીંનો રાજકીય ઈતિહાસ

જાણો શું છે ખેડાની કપડવંજ બેઠકની પરિસ્થિતિ, જનતાની શું છે માંગ અને કેવો છે અહીંનો રાજકીય ઈતિહાસ

કપડવંજમાં અત્યાર સુધીમાં 9 વખત ચૂંટણી થઈ છે અને 1990 સુધી આ બેઠક કોંગ્રેસના ખાતામાં હતી. ત્યાર પછી ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી.

Gujarat Election 2022: કપડવંજમાં અત્યાર સુધીમાં 9 વખત ચૂંટણી થઈ છે અને 1990 સુધી આ બેઠક કોંગ્રેસના ખાતામાં હતી. ત્યાર પછી ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી. 2012માં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ચૂંટણી પંચ ગમે ત્યારે રાજ્યમાં ઇલેક્શનની જાહેરાત કરી શકે છે. આમ તો દરેક પક્ષ માટે જીતવા માટે રાજ્યની દરેક બેઠકનું મહત્વ અલગ અલગ હોય છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાઓએ તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમનેસામને ખેલાવાનો બાકી છે, પરંતુ મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા લાગે છે. ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ માનવામાં આવે છે તો કેટલીક સીટો એવી છે જ્યાં મોટાભાગે કોંગ્રેસો જ વિજય પરચમ લહેરાવ્યો છે. એવી જ એક બેઠક એટલે ખેડા જીલ્લાની કપડવંજ બેઠક. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે કપડવંજ વિધાનસભા બેઠક વિશે મહત્વની વિગતો વિશે જાણીશું.

    કપડવંજ વિધાનસભા બેઠક

    કપડવંજ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું શહેર છે, જે કપડવંજ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ વિસ્તાર પોતાના કાપડ અને કાચ માટે ખૂબ વખાણવામાં આવે છે. કપડવંજ શબ્દ “ટેક્સટાઇલ” અને “વાણિજ્ય” ને જોડીને બનાવવામાં આવ્યો છે, એટલે કે શહેરના નામનો અર્થ “કપડાના વેપારનું કેન્દ્ર” થાય છે. તે અમદાવાદથી 65 કિમી દૂર છે.

    આ સાથે જ કપડવંજ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 120 નંબરની વિધાનસભા બેઠક પણ છે. કપડવંજ વિધાનસભા બેઠક અંતર્ગત કપડવંજ તાલુકાના ગામો, મહુઢા તાલુકાના ગામો અને કઠલાલ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠકમાં વર્ષ 2017 પ્રમાણે આશરે કુલ 272159 મતદારો છે, જેમાં 139656 પુરૂષ, 132496 મહિલા અને 7 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

    કપડવંજ વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણ

    આમ તો કપડવંજ બેઠક પર તમામ જ્ઞાતિ અને જાતિના મતદારો જોવા મળે છે. છતા જો તાજિ કે જ્ઞાતિના આધારે કોઈ એક સમાજના મતદારોના દબદબા અંગે વાત કરવામાં આવે તો કપડવંજ બેઠક પર ક્ષત્રિય સમાજનુ પ્રભુત્વ જોવા મળે છે. અહીં ક્ષત્રિય ,માજના મતો ઉમેદવારની હાર કે જીતમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

    કપડવંજ વિધાનસભા બેઠક પર રાજકીય સમીકરણ

    કપડવંજમાં અત્યાર સુધીમાં 9 વખત ચૂંટણી થઈ છે અને 1990 સુધી આ બેઠક કોંગ્રેસના ખાતામાં હતી. ત્યાર પછી ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી. ક્ષત્રિય અને ઓબીસી મતદારોએ આ બેઠક 1995માં ભાજપના ઉમેદવાર મણિભાઈ પટેલે જીતી હતી. આ પછી 1998 અને 2002માં ભાજપમાંથી બે વખત ચૂંટણી જીતીને બિમલ શાહ વિધાનસભા પહોંચ્યા હતા.

    બિમલ શાહ 1999 - 2001 સુધી કેશુભાઈ પટેલની સરકારમાં પરિવહન મંત્રી હતા, પરંતુ 2007માં બિમલ શાહ ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર મણિભાઈ પટેલ ચૂંટણી જીત્યા. તેમણે ભાજપ છોડીને પંજા સાથે હાથ મિલાવ્યા હતા.

    મણિભાઈ પટેલને ભાજપમાંથી ટિકિટ ન મળી એટલે તેઓ કોંગ્રેસમાં જોડાયા. 2012માં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

    2017માં ભાજપે બિમલ શાહને ટિકિટ ન આપી અને ગુસ્સામાં બિમલ શાહ અપક્ષ ચૂંટણીમાં ઉતર્યા અને ભાજપને તેનો ભોગ બનવું પડ્યું. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફરી એકવાર જીત મેળવી હતી.

    કપડવંજમાં 73.21% મતદાન નોંધાયું હતું અને આ બેઠક પરથી કોંગ્રેસના કાળાભાઈ ડાભીનો વિજય થયો હતો.

    કપડવંજ વિધાનસભા બેઠક પર હારજીતના સમીકરણ









































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017ડાભી કાળુભાઈઆઈએનસી
    2012શંકરસિંહ વાધેલાઆઈએનસી
    2007મણિભાઈ પટેલઆઈએનસી
    2002બિમલ શાહબીજેપી
    1998બિમલ શાહબીજેપી
    1995પટેલ મણિલાલબીજેપી
    1990રાઠોડ રતનસિંહઆઈએનસી
    1985ચૌહાણ બુધાજીઆઈએનસી
    1980ચૌહાણ બુધાજીઆઈએનસી
    1975ચૌહાણ બુધાજીઆઈએનસી
    1972ચૌહાણ બુધાજીએનસીઓ
    1967કે એન દોષીએસડબલ્યુએ
    1962પરીખ ઉત્સવભાઈઆઈએનસી

    કપડવંજ વિધાનસભા બેઠક પર આ છે સમસ્યા

    કપડવંજ બેઠકમાં આમ તો ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે છતા પણ જો સ્થાનિકોની દ્રષ્ટિએ જોવામાં આવે તો કપડવંજની સૌથી મોટી સમસ્યા ટ્રેન સુવિધાની છે. અહીંના સ્થાનિકોની કહેવુ છે કે કપડવંજ- મોડાસા- નડિયાદ ટ્રેન વર્ષ 2002થી શરૂ કરવામાં આવી હોવા છતા પણ ટ્રેનને જોઈએ તેવી ફ્રિક્વન્સી આપવામાં આવતી નથી.

    આ સાથે જ જો પાયાની મૂળભૂત સુવિધાઓની વાત કરવામાં આવે તો અહીંના વિસ્તારોમાં અને ગામડાઓમાં પીવાના પાણીનો યક્ષ પ્રશ્ન જોવા મળે છે. જેના કારણે ઉનાળા જેવી ઋતુમાં લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે.

    કપડવંજ અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ મોટા ઉદ્યોગોનો પણ વિકાસ કરવામાં આવ્યો નથી જેના કારણે અહીં રોજગારીની તકો ઘણી ઓછી છે અને અહીંના યુવાનોને રોજગારી મેળવવા માટે બહાર જવાની ફરજ પડે છે. અહીંના લોકોનો મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી છે.

    એવામાં સમયસર સિંચાઈનુ પાણી પણ ન મળવાને કારણે ખેડૂતોને પણ હાલાકી ભોગવવી પડે છે. દરેક પક્ષ રોજગાર, રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવની વાત કરે છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં આ સુવિધાઓનો ભારે અભાવ છે.

    કપડવંજના વિકાસ મુદ્દે વિધાનસભામાં પણ ઉઠ્યા સવાલ

    વિધાનસભા સત્રમાં ખેડા જિલ્લાના તાલુકા મથક કપડવંજમાં અન્ય શહેરના સરખામણીમાં કોઇ વિકાસ થયો નથી. રસ્તા, ટ્રાફિક, જર્જરિત પુલની મરામત સહિત અનેક સમસ્યાના નિવારણ અંગેના સવાલો કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યા હતા.

    અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોની સરખામણીમાં કપડવંજ જેવા નાના શહેરમાં પણ ટ્રાફીકની સમસ્યા દિવસેને દિવસે વધુને વધુ ગંભીર બનતી જાય છે. નડિયાદ કપડવંજ મોડાસા સ્ટેટ હાઇવે જે કપડંજ શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતો હોવાથી કપડવંજ શહેરમાં ટ્રાફીકની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બનતી જાય છે. જેથી કપડવંજ શહેરમાં ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા ફલાય ઓવરબ્રીજ બનાવવાની રજૂઆત કરી હતી.

    જો કે તમામ રજૂઆતો અને ચર્ચા તથા આક્ષેપ- પર્તિઆક્ષેપના આ સિલસિલામાં સુવિધાઓના અભાવે જનતાને ભોગવવાનો અને વેઠવાનો વારો આવે છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ |સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन