Home /News /madhya-gujarat /સર્જિકલ સ્ટ્રાઈક અને આતંકવાદીઓ માટે રડતા નેતાઓ પર PM મોદીનો હુમલો, કહ્યું - કેટલાક લોકોને ખોટું ન લાગે એ માટે...

સર્જિકલ સ્ટ્રાઈક અને આતંકવાદીઓ માટે રડતા નેતાઓ પર PM મોદીનો હુમલો, કહ્યું - કેટલાક લોકોને ખોટું ન લાગે એ માટે...

PM મોદીનો વિપક્ષો પર હુમલો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના ખેડા જિલ્લામાં જાહેર સભાને સંબોધી હતી. બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલીઓ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ રવિવારે ખેડા જિલ્લામાં રેલીને સંબોધી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ આતંકવાદના મુદ્દે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ આતંકવાદીઓને વોટ બેંક તરીકે જુએ છે. કોંગ્રેસના નેતાઓ આતંકવાદીઓના સમર્થનમાં રડતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાત સરકાર આતંકવાદીઓને પકડીને કાર્યવાહી કરતી હતી. પરંતુ દિલ્હીની ભૂતપૂર્વ કોંગ્રેસ સરકારે તે આતંકવાદીઓને છોડાવવા માટે તમામ તાકાત લગાવી હતી.

    PM મોદીએ કહ્યું કે, આતંકવાદી હુમલો હોય કે સર્જિકલ સ્ટ્રાઈક, કોંગ્રેસ અને અન્ય સત્તાની ભૂખી પાર્ટીઓ આના પર પણ સવાલ ઉઠાવવા લાગે છે. આ સિવાય બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન કોંગ્રેસના નેતાઓ આતંકવાદીઓના સમર્થનમાં રડ્યા હતા. કોંગ્રેસ માટે આતંકવાદ પણ વોટબેંક છે. હવે માત્ર કોંગ્રેસ જ નહીં, આવા અનેક પક્ષો ઉભરી આવ્યા છે, જે શોર્ટકટ અને તુષ્ટિકરણની રાજનીતિમાં માને છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો આતંકવાદને નહીં પણ મોદીને નિશાન બનાવતી હતી.

    આ પણ વાંચો:  CM યોગીના ગુજરાત પ્રવાસ વધ્યા, હાર્દિક સાથેના રોડ શોમાં જોવા મળ્યું કંઈક આવું...

    પીએમ મોદીએ કહ્યું કે, તેઓ મોદીનું ઔકાત બતાવવાની વાત કરે છે, હું આવા સમાજમાં જન્મ્યો છું. અમારી પાસે કોઈ ઔકાત નથી. આપણો જન્મ સેવા કરવા માટે થયો છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, જો કોઈ ડોક્ટર એન્જિનિયર બનવા માંગે છે તો તે પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે છે. બીજી તરફ કોરોના કાળનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, આટલી મોટી બીમારી આવી ગઈ હતી, પરંતુ તે સમયે ગરીબોનો ચૂલો સળગવો જોઈએ અને ગરીબનું બાળક ભૂખ્યું ન રહે.

    જણાવી દઈએ કે, ગુજરાતમાં 182 વિધાનસભા સીટો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. આ બાદ, બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ રાજ્યની હરીફાઈને ત્રિકોણીય બનાવી દીધી છે. જો કે સમગ્ર ચૂંટણી પ્રચારમાં ભાજપ આમ આદમી પાર્ટીની હાજરીને અવગણી રહી છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, PM Modi પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन