Home /News /madhya-gujarat /Narendra Modi in Kheda: ખેડામાં વડાપ્રધાન મોદીની જંગી જનસભા, કોંગ્રેસને કહ્યુ - કોગ્રેસના નેતા આતંકીના સમર્થમાં રડતા હતા
Narendra Modi in Kheda: ખેડામાં વડાપ્રધાન મોદીની જંગી જનસભા, કોંગ્રેસને કહ્યુ - કોગ્રેસના નેતા આતંકીના સમર્થમાં રડતા હતા
નરેન્દ્ર મોદીની ખેડામાં સભા
Narendra Modi in Kheda: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે ખેડામાં જંગી જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમણે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પર નિશાન સાધ્યુ હતુ અને આકરા પ્રહાર કર્યા હતા.
ખેડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે ખેડામાં જંગી જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમણે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પર નિશાન સાધ્યુ હતુ અને આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘એક સમયે દિલ્હીમાં કોંગ્રેસ સરકાર આતંકીઓને છોડાવવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેતી હતી. અમે કહેતા હતા આતંકવાદને ટાર્ગેટ કરો ત્યારે કોંગેસની સરકાર મોદીને ટાર્ગેટ કરવામાં પડી હતી. પરિણામે આતંકીઓની હિંમત વધતી ગઈ હતી. દરેક શહેરમાં આતંકવાદ માથે ચડી ગયો હતો. દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં કોંગ્રેસના નેતા આતંકીના સમર્થનમાં રડવા લાગ્યા હતા.’
કેટલાંક તો સત્તાના ભૂખ્યાં છેઃ મોદી
વધુમાં તેમણે કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ આતંકવાદને વોટ બેન્કની નજરથી જોવે છે. માત્ર કોંગ્રેસ જ નહીં, હવે તો જુદા-જુદા દળ પણ શોર્ટકટની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. તેઓ સત્તાના ભૂખ્યાં છે. કેટલાકને ખોટું ના લાગે, વોટબેન્કને વાંધો ન પડે તે માટે ભયંકરમાં ભયંકર આતંકી ઘટના પછી પણ આ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા બધા જ દળોના મોઢે તાળાં લાગી જાય છે.’
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર