નડિયાદઃ ખેડા જિલ્લામાં અકસ્માતના અલગ અલગ બે બનાવમાં ચાર લોકોનાં મોત થયા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે નેશનલ હાઇવે નંબર-8 પર એક આઇસર પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં બે લોકોનાં મોત થયા છે.
આઇસર પાછળ બસ ઘૂસી જતાં બેનાં મોત
બીજા એક બનાવમાં નેશનલ હાઇવે નંબર-8 પર એક આઇસર પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં ડ્રાઇવર અને ક્લિનરનાં મોત થયા છે. નડિયાદની ડભાણ ચોકડી પાસે આ અકસ્માત થયો હતો. અહીં રસ્તાની બાજુમાં ઉભા રહેલા એક આઇસર ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. આઇસરમાં પ્રિન્ટિગ રોલ ભર્યા હતા. જ્યારે અકસ્માતનો ભોગ બનેલી બસ અવધ ટ્રાવેલ્સની હોવાનું માલુમ પડ્યું છે.
અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર અકસ્માત
ટ્ર્કની પાછળ ટ્રેલર ઘૂસી ગયું
પ્રથમ બનાવમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં બે લોકોનાં મોત થયા છે. ચકલાસી પાસે આ અકસ્માત થયો હતો. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે નડિયાદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ બસ રસ્તાની બાજુમાં નીચે ઉતરી ગઈ હતી. ખેડા જિલ્લામાં થયેલા આ બંને અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર