ખેડા: કઠલાલ રોડ પાસે અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત

ખેડા: કઠલાલ રોડ પાસે અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત

 • Share this:
  ખેડામાંના મહુધા-કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. ગામમાં હાલ ગમગીનીનો માહોલ સર્જાયો છે.

  મળતી માહિતી મૂજબ મહુધા-કઠલાલ રોડ પર પૂર ઝડપે આવી રહેલો રાજસ્થાનનો ટ્રક રિક્ષા સાથે અથડાતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. રિક્ષામાં સવાર તમામ લોકોના મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોતથી મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે.   આ અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાના કચરઘાણ થઇ ગયા હતા. અકસ્માતના આ દ્રશ્યો કમકમાટી ભર્યા છે.  તમામ મૃતકો  મુવાડા વિસ્તારના મુસ્લિમ સમાજના હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  Published by:News18 Gujarati
  First published:August 17, 2018, 11:34 am

  ટૉપ ન્યૂઝ