Home /News /madhya-gujarat /

Save Environment: પર્યાવરણને બચાવવા હવે કમિટીની રચના, ગુજરાતને આગળ લાવવામાં મહતમ પ્રયાસ કરવામાં આવશે

Save Environment: પર્યાવરણને બચાવવા હવે કમિટીની રચના, ગુજરાતને આગળ લાવવામાં મહતમ પ્રયાસ કરવામાં આવશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની Environment કમિટી દ્વારા GCCIમાં GCCI- Environment હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

હેમંત શાહ, પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને GCCI દ્વારા ઉદ્યોગોના પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. GCCI ની પર્યાવરણ સમિતિના અધ્યક્ષ યોગેશ પરીખે સમજાવ્યું કે, હેલ્પડેસ્ક કેવી રીતે ગુજરાતમાં પર્યાવરણ મંજૂરી મેળવવા માંગતા ઉદ્યોગોને મદદરૂપ થશે.

વધુ જુઓ ...
10 મે, 2022 ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની Environment કમિટી દ્વારા GCCIમાં GCCI- Environment હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. GPCB સભ્ય સચિવ .વી. શાહs હેલ્પડેસ્કનું ઉદ્ઘાટન કર્યું હતું.

હેમંત શાહ, પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને GCCI દ્વારા ઉદ્યોગોના પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. GCCI ની પર્યાવરણ સમિતિના અધ્યક્ષ યોગેશ પરીખે સમજાવ્યું કે, હેલ્પડેસ્ક કેવી રીતે ગુજરાતમાં પર્યાવરણ મંજૂરી મેળવવા માંગતા ઉદ્યોગોને મદદરૂપ થશે.

એ.વી. શાહ, સભ્ય સચિવએ Environment હેલ્પડેસ્કનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ 55 સહભાગીઓને સંબોધ્યા જેમણે કાર્યક્રમમાં જાતે હાજર રહી અને વર્ચ્યુઅલ મોડ દ્વારા સક્રિયપણે ભાગ લીધો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે, પર્યાવરણ ક્લિનિક્સ શરૂઆતમાં એસોસિએશન સ્તરે શરૂ કરવામાં આવ્યા હતા અને ઉદ્યોગોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પછીથી તેમનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તેમણે સમજાવ્યું કે જીસીસીઆઈમાં પર્યાવરણ હેલ્પડેસ્કની ખૂબ જ જરૂર છે કારણ કે ચેમ્બરનો હેતુ સમગ્ર ગુજરાતમાં નોડલ સંસ્થા તરીકે ઉદ્યોગોને માર્ગદર્શન અને સમર્થન આપવાનો છે.

આ પણ વાંચો- જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ જવાની પરવાનગી માંગવા દિલ્હી કોર્ટમાં અરજી કરી

તેમણે ઉમેર્યું હતું કે, GCCI ખાતેનું આ પર્યાવરણ હેલ્પડેસ્ક માત્ર એક્સટેન્ડેડ ગ્રીન નોડ (XGN) એપ્લિકેશન સંબંધિત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં પરંતુ પર્યાવરણ સંબંધિત અન્ય બાબતો માટે પણ GPCB અને રાજ્યભરના ઉદ્યોગો વચ્ચે એક કડી તરીકે કામ કરશે જેમ કે અદ્યતન માહિતી પૂરી પાડવી. અધિનિયમોમાં ફેરફાર, GPCB દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુવિધાઓ અને પર્યાવરણ સંબંધિત બાબતો માટે નવા ઉદ્યોગોને તાલીમ આપવા. તેમણે તમામ એસોસિએશનોને તેમના પરિસરમાં આવા હેલ્પડેસ્ક શરૂ કરવા માટે પણ અપીલ કરી હતી, જેથી સભ્ય ઉદ્યોગોને સમયસર સીધું માર્ગદર્શન મળી શકે અને મોટા ખર્ચ અને પ્રયત્નોથી તેમને બચાવી શકાય.

આ પણ વાંચો- તાજમહેલ વિવાદમાં જયપુરના પૂર્વ શાહી પરિવારની એન્ટ્રી, સાંસદ દિયા કુમારીએ કર્યો આ મોટો દાવો

એ.વી. શાહે એવું પણ સૂચન કર્યું હતું કે, આ હેલ્પડેસ્કના  ભાગરૂપે GCCI દ્વારા GPCB સાથે સંયુક્ત રીતે અનેક તાલીમ સત્રો યોજવા જોઈએ. તેમણે સૂચન કર્યું કે, વિષય નિષ્ણાતોને આમંત્રિત કરીને ઉદ્યોગોના ટેકનિકલ/પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા અને ઉકેલ લાવવા માટે એક સત્રનું આયોજન કરવું જોઈએ. તેમણે તાજેતરના ફેરફારો અને પર્યાવરણ સંબંધિત લાગુ કાયદાઓના અર્થઘટન અંગે જાગૃતિ સત્રનું પણ સૂચન કર્યું હતું.

પથિક પટવારી, સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ, GCCI એ પર્યાવરણ હેલ્પડેસ્ક માટે નિર્ધારિત સૂચિત ઉદ્દેશ્યોને અસરકારક રીતે પરિપૂર્ણ કરવા માટે જરૂરી પ્રયાસો કરવાની ખાતરી આપી અને આભાર પ્રસ્તાવ રજૂ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Environment, Gujarat News, Save Environment, પર્યાવરણ

આગામી સમાચાર