‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનમાં જોડાઈને નડિયાદ વૃદ્ધાશ્રમના વડીલો બન્યા યોદ્ધા


Updated: May 23, 2020, 5:57 PM IST
‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનમાં જોડાઈને નડિયાદ વૃદ્ધાશ્રમના વડીલો બન્યા યોદ્ધા
વૃદ્ધાશ્રમના વડિલોની તસવીર

અમારા મંડળના સદસ્યો એ તેમના ઘરે પોતાનાં માતાપિતા, દાદા-દાદી તથા અન્ય વડીલો સાથે સેલ્ફી લઈ, તેઓને પણ આ બાબતની જાણકારી આપી છે.

  • Share this:
અમદાવાદઃ સમગ્ર રાજયમાં તા.21થી 27 મે સુધી ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લાધમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળના સંયોજક પ્રણવ સાગરજીની દેખરેખ હેઠળ આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેમાં જિલ્લા ભરમાં ઘરના વડીલો, બાળકો અને બીમાર વ્‍યક્તિઓ ઘરની અંદર જ રહે, તે માટે તેમને સમજણ આપવા ઉપરાંત, ઘરની બહાર જતી વખતે દરેક વ્યક્તિ આવશ્ય માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સનું અચૂક પાલન કરે, તેના માટે સંકલ્પબદ્ધ કરાઈ રહ્યા છે.

સ્વામી વિવેકાનંદ યુવક મંડળના પ્રણવ સાગરજી અને તેમની ટીમ દ્વારા નડિયાદ તાલુકાના પીજ ગામે આવેલા ‘શ્રી જલારામ ઘરડાઘર’ની મુલાકાત લઈને ત્યાં રહેતા 25થી વધુ વડીલોજે કોરોના વાયરસ તેમજ તેનાથી બચવા અંગેની માહિતી આપીને માસ્કઅનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વૃદ્ધાશ્રમના વડિલોની તસવીર


પ્રણવ સાગરજીએ જણાવ્યુંન કે, ‘મુખ્યંમંત્રી દ્વારા ‘હું પણ કોરોના વૉરિયર’નું સાત દિવસનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વૃદ્ધજનોને વાયરસ અંગે સમજણ આપી, તેમની સાથે સેલ્ફીર લેવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોમાં આ વાયરસ બાબતે જાગરૂકતા કેળવાશે અને વાયરસનો ચેપ ફેલાતો કાબૂમાં આવશે.

વૃદ્ધાશ્રમના વડિલોની તસવીર


અમારા મંડળના સદસ્યો એ તેમના ઘરે પોતાનાં માતાપિતા, દાદા-દાદી તથા અન્ય વડીલો સાથે સેલ્ફી લઈ, તેઓને પણ આ બાબતની જાણકારી આપી છે. આપણા વડીલો સુરક્ષિત રહે તે આપણી જવાબદારી છે.’આ અંગે વૃદ્ધાશ્રમના હર્ષદભાઇ પટેલ અને શકુબેન દવેએ જણાવ્યુંજ કે, ‘વર્તમાન કોરોનાની મહામારીમાં દરેક સિનિયર સિટિઝને બહાર નીકળવાનું ટાળવું જોઇએ તથા દસ વર્ષથી નાનાં બાળકોને પણ બહાર ન નીકળવા દેવા જોઈએ.

દરેક વ્યંક્તિએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, તથા સોશિયલ ડિસ્ટાન્સ નું પાલન કરવા સહિતના નિયમોનું પાલન કરીને પોતાનું તેમજ પોતાની આસપાસની વ્યાક્તિઓની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ.’
First published: May 23, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading