ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોને મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તમાકું, ઘઉ, દિવેલા, તૂવેર સહિતના પાકોને નુકસાનના એંધાણ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થતા હાલ સરકાર પાસે વડતરની માંગ કરી રહ્યા છે.
Salim Chauhan, Anand: ખેડા જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી એકજ દિવસે 3 સિઝન જોવા મળી રહી છે. ગતરોજ સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેત પેદાશમાં ભારે નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોને મો માં આવેલો કોળિયો છીનવાયો ગયો છે. તમાકું, ઘઉ, દિવેલા, તૂવેર સહિતના પાકોને નુકસાનના એંધાણ જોવા મળી રહ્યા છે. યુદ્ધના ધોરણે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી છે.
ખેડૂતોએ ક્યાંક વ્યાજે નાણાં લાવી તો કેટલાક ખેડૂતોએ ક્રોપલોન થકી તો કેટલાક ધરતીપુત્રોએ તો પાણી, ખાતર વેચાતુ મેળવી ખેતી કરી છે અને કુદરતના પરચાએ ચૌધાર આંસુએ રડાવ્યા છે.તૈયાર થયેલા ઘઉમાં વરસાદ પડવાથી દાણો પોચો પડી જતાં પાક નષ્ટ થાય એવી ભીતિજિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદ આફત બન્યો છે. ગતરોજ સમીસાંજે છુટાછવાયા વરસેલા વરસાદના કરાણે ખેડૂતોના જીવ અદ્ધર થયા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ કરેલા પાકમાં તમાકુ, ઘઉ, દિવેલા, તુવેર સહિત શાકભાજીના પાકમાં વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો રોષ પૂર્વક જણાવી રહ્યા છે. ઘઉંનો તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યુ છે. તૈયાર થયેલા ઘઉમાં વરસાદ પડવાથી દાણો પોચો પડી જતાં પાક નષ્ટ થાય એવી ભીતી છે. અને આ ઉપરાંત ઘઉની ક્વોલિટી પર પણ અસર પડે તેવી શક્યતા છે.
આગામી દિવસોમાં ઘઉની સિઝનમાં ઘઉ મોઘાદાટ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છેજિલ્લામાં છુટાછવાયા પડેલા કમોસમી વરસાદી ઝાપટાથી જગતનો તાત નારજ થયો છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં ઘઉની સિઝનમાં ઘઉ મોઘાદાટ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. તો વળી આવી પરિસ્થિતિ વચ્ચે મરચા, અથણા, કેરીના પણ ભાવ આસમાને રહેશે તેવુ તજજ્ઞો જણાવી રહ્યા છે. હજી આગામી દિવસો દરમિયાન પણ વાતાવરણ આવુ રહેશે તો વધુ નુકશાન પહોચશે તેમ ખેડૂતો કહી રહ્યા છે.
વ્યાજે રૂપિયા લાવી ઘઉનો પાક કર્યો, કુદરતે બધુ તહેસમહેસ કરી દીધુંખેડા જિલ્લાના ખેડૂત રાવજીભાઈ જણાવે છે કે, હજી ઘઉ ગઈકાલે જ વાઢ્યા હતા નુકશાન તો ઘણું છે કહ્યા જેવુ નથી. 10થી 15 મણ ઘઉ થાય તો પણ સારુ છે. વ્યાજે રૂપિયા લાવી ઘઉનો પાક કર્યો હતો. ખાતર, પાણી પણ ઊંચા ભાવે ચૂકવી ખેતી કરી હતી. પણ કુદરતે બધુ તહેસમહેસ કરી દીધું છે. હવે નુક્શાન ભોગવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ છે.
ઘઉની 10-15 મણનો ઉતારો આવે પણ બજારના લાયક ક્વોલિટી રહેશે નહીં: ખેડૂતજ્યારે અન્ય ખેડૂત દિનેશ પટેલ જણાવે છે કે, અચાનક આવેલા વરસાદના પગલે વ્યાપક નુકસાન છે. ઘઉની જો વાત કરવામાં આવે તો, પવન, વંટોળ સાથે આવેલા વરસાદના કારણે ખેતરમાં ઘઉના ઊભા પાકને આડા પાડી દીધા છે અને ઘઉ પર પાણી પાણી થઇ ગયું છે. હાલ ઘઉને 50થી 75 ટકા નુકસાન થયુ હોવાનો અંદાજ છે. આ ઘઉની 10-15 મણનો ઉતારો આવે પણ બજારના લાયક ક્વોલિટી રહેશે નહીં. સર્વે કરીને સહાય કરવામાં આવે તેવી માગણી છે. નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ ખેડા જિલ્લામાં અમુક જગ્યાએ ઘઉમા કાળા કલરની ફુગ હતી. એ બાદ સતત ઘઉના પાકમાં આફત સર્જાતા આ વખતે ઘઉના ઉત્પાદન ઓછુ થવાની સંભાવના છે.