મહેમદાબાદની વાત્રક નદીમાં અમદાવાદના બે યુવાન ડુબ્યા, બંનેના મોત

News18 Gujarati
Updated: August 24, 2018, 9:58 PM IST
મહેમદાબાદની વાત્રક નદીમાં અમદાવાદના બે યુવાન ડુબ્યા, બંનેના મોત
વાત્રક નદી કિનારે ભેગા થયેલા લોકો

ખેડા જીલ્લાના મહેમદાબાદમાં રોઝા-રોઝી મકબરા પાસે વાત્રક નદીમાં નાહ્વા પડેલા બે યુવાનોના ડુબી જવાથી મોત નિપજ્યા છે

  • Share this:
પાણી જોઈને દરેકને તેમાં ડુબકી લગાવવાનું અને છબછબીયા કરવાનું મન થાય છે, પરંતુ હાલમાં ચોમાસાની સિઝન છે, મોટા ભાગની નદીઓ, તળાવો, ડેમની સપાટી વધી ગઈ છે, ત્યારે આવા સમયે નદી, તળાવમાં ન્હાવાની મજા લેવી મોતની સજા પણ બની શકે છે. આવી જ એક ઘટના મહેમદાવાદથી સામે આવી છે. અહીં નદીમાં ન્હાવાની મજા લેવા પડેલા બે યુવાન મોતને ભેટ્યા છે.

મળતી માહિતી મુજબ, ખેડા જીલ્લાના મહેમદાબાદમાં રોઝા-રોઝી મકબરા પાસે વાત્રક નદીમાં નાહ્વા પડેલા બે યુવાનોના ડુબી જવાથી મોત નિપજ્યા છે. બંને યુવાનો અમદાવાદના દાણીલીમડા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના દાણીલીમડાના બે યુવક કોઈ કારણથી મહેમદાવાદ ગયા હતા, તે સમયે વાત્રક નદીમાં ન્હાવા પડ્યા, પરંતુ આ ચોમાસામાં પાણીનું સ્તર વધારે હોવાથી અચાનક તેઓ ડુબવા લાગ્યા, જોત જાતામાં નદીના વહેણની સાથે તણાઈ ગયા અને ડુબી જતી મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા તુરંત નડીયાદ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્ળથ પર પહોંચી ગયો હતો. સ્થાનિક તરવૈયાની મદદથી બંને યુવાનની લાસને બહાર કાઢવામાં આવી હતી, અને 108 એમ્બ્યુલન્સ મારફતે પીએમ માટે નજીકની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલાએ લોકોના નદી, તળાવમાં ન્હાવાની મજા લેતા મોત નિપજ્યા છે. હાલમાં ચોમાસાની સિઝનમાં તમામ નદી, નાળા, તળાવોમાં જળની સપાટી વધી ગઈ છે, ક્યારે અચાનક પાણીનું વહેણ વધી જાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં નદીમાં ન્હાવાનું અનેરૂ મહત્વ હોય છે, લોકો તહેવારની રજામાં નદીમાં ન્હાવા જવાનું આયોજન કરતા હોય છે, નદી, તળાવ, દરિયામાં ન્હાવાની મજા લેતા સમયે સાવચેતી રાખવી જરૂરી છે.
First published: August 24, 2018, 9:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading