Home /News /madhya-gujarat /AHEMDABAD: સનાતન ધર્મ, તરસ્યાની તરસ છીપાવવા જલદેવી બની આ 60 વર્ષીય મહિલા

AHEMDABAD: સનાતન ધર્મ, તરસ્યાની તરસ છીપાવવા જલદેવી બની આ 60 વર્ષીય મહિલા

છેલ્લા

છેલ્લા 15 વર્ષથી વર્ષભર માટે વટેમાર્ગુઓને પાણીની ઓફર કરે છે

આ કામ લોકોને મદદરૂપ (Helpful) થવા માટે કરી રહી છું અને સમાજને કંઈક નવું પ્રેરણાદાયી કામ કરીને પાછું આપવાનો આ મારો માર્ગ છે. તરસ્યાને (Thirsty) પાણી પીવડાવવું એ સનાતન ધર્મ છે.રાહદારીઓ માટે પાણીની વ્યવસ્થા કરી તેમની તરસ છીપાવવાનો પ્રયત્ન કરતી રહીશ.

વધુ જુઓ ...
    અમદાવાદ: એપ્રિલની શરૂઆતથી જ હંમેશની જેમ અમદાવાદીઓ (Amdavadi) ભારે ગરમીમાં ઝઝૂમતા હોય છે. જો કે આ અઠવાડિયામાં તાપમાનમાં (Temperature) થોડો ઘટાડો થવાથી આંશિકરાહત થઈ હતી. આ દરમિયાન વાસણામાં રહેતી 60 વર્ષીય સુમન પટેલ રોડની બાજુમાં આવેલી પાનની દુકાન (Shop) પર બેસીને વેપાર કરે છે.

    છેલ્લા 15 વર્ષથી વર્ષભર માટે વટેમાર્ગુઓને પાણીની ઓફર કરે છેસુમન બેન

    વર્ષો પહેલાની વાત છે કે જ્યારે તેઓ પોતે બેસવાની જગ્યા પાસે મુકેલા અનેક વાસણોલોકોનું ધ્યાન ખેંચતાહતા.તેઓ દ્વારારસ્તા પર પાણીથી ભરેલા 50 થી વધુ વાસણોની (Utensils) હારમાળા મૂકી હતી. તેણીએ તેને રેતીના ઢગલા (Sand dunes) પર અને શામિયાણા નીચે રાખ્યા હતા. તેણી છેલ્લા 15 વર્ષથી વર્ષભર માટે વટેમાર્ગુઓને પાણીની ઓફર કરે છે. જે ઘણા તરસ્યાની તરસને (Thirst) છીપાવે છે.

    આ પણ વાંચો: રાહુલ ગાંધી પહોંચ્યા દાહોદ, આદિવાસી સત્યાગ્રહ રેલીને કરશે સંબોધિત

    ભર બપોરે એક વ્યક્તિને પાણીની બોટલ લઈ પાણી સોધતા જોઈ લોકો માટે પાણી મુકવા પ્રેરણા મળી હતી.

    તેમની સાથે વાત કરતાં સુમન પટેલે કહ્યું હતું કે એકવાર મેં એક રોજીંદા કામદારને ખાલી બોટલ (Bottle) સાથે રસ્તા પર ચાલતો જોયો હતો. જે પાણી ભરવા માટે નળ શોધતો હતો. મેં તેને પાણી આપ્યું. આનાથી મને અહેસાસ થયો કે તેમના જેવા ઘણા લોકો સમાન મુશ્કેલીનો (Trouble) સામનો કરી રહ્યા છે. તેથી મેં વર્ષભર રસ્તાની બાજુના કુંડામાં પાણીની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ત્યાં માત્ર થોડા વાસણો મૂક્યા હતા. પરંતુ ધીમે ધીમે બીજા લોકો (People) માટીના વાસણો પણ દાન કરવા લાગ્યા.

    આ પણ વાંચો: 70 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે પુતિન? ગર્લફ્રેન્ડ અલિના કાબેવા છે ગર્ભવતી

    સમાજને કંઈક નવું પ્રેરણાદાયી કામ કરીને પાછું આપવાનો આ મારો માર્ગ છે: સુમન બેન

    સુમન પટેલે વધુમાં કહ્યું કે હું આ કામ લોકોને મદદરૂપ (Helpful) થવા માટે કરી રહી છું અને સમાજને કંઈક નવું પ્રેરણાદાયી કામ કરીને પાછું આપવાનો આ મારો માર્ગ છે. તરસ્યાને (Thirsty) પાણી પીવડાવવું એ સનાતન ધર્મ છે.અને હું મારૂ આ કામ આજીવન કરતી રહીશ અને રાહદારીઓ માટે પાણીની વ્યવસ્થા કરી તેમની તરસ છીપાવવાનો પ્રયત્ન કરતી રહીશ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, Summer, અમદાવાદ

    विज्ञापन
    विज्ञापन