Home /News /madhya-gujarat /

શુ આપને ફાયર એન્ડ સેફ્ટી ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે? જાણો ITI થી ગ્રેજ્યુએશન સુધીના કોર્સની માહિતી

શુ આપને ફાયર એન્ડ સેફ્ટી ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે? જાણો ITI થી ગ્રેજ્યુએશન સુધીના કોર્સની માહિતી

ફાયર ટેક્નોલૉજીના ટૂંકાગાળાના ટ્રેનિંગ કોર્સ

GCVT (IT) ગાંધીનગર સંચાલિત ફાયરમેન જેમાં 9 માસની તાલીમ બાદ ૩ માસની ઔદ્યોગિક તાલીમ મેળવી નોકરી મેળવી શકો છે. આ કોર્સ ધોરણ 10 કે ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકે છે.  અમદાવાદના સાણંદ પાસે આવેલી COFT ભારતની આ એક માત્ર સંસ્થા જે ગુજરાત યુનિવર્સિટીની B.SC. (ફાયર એન્ડ સેફટી) ની ડિગ્રી આપે છે. 

વધુ જુઓ ...
છેલ્લા કેટલાક સમયથી આગ અને અકસ્માત (Fire and accident)ની ઘટનાઓમાં વધારો થયો છે. અને આગ અકસ્માત (Fire accident)ની ઘટનાઓ સામે પહોચી વળવા હવે ટેકનોલોજીનો પણ ભરપુર ઉપયોગ વધ્યો છે. અને એટલે જ બદલાતા સમયની સાથે હવે ફાયર એન્ડ સેફ્ટી (Fire and Safety) ક્ષેત્રમાં પણ ઉજ્જવળ તકો ઉભી થઇ છે. ફાયર રેસ્ક્યુ (Fire rescue) કામગીરી ખૂબ જોખમ ભરી હોય છે પણ ડર કે આગે જીત હે ના નિયમમાં માનનારા યુવાઓ આ ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવવા ઉત્સુક હોય છે. ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે ફાયર એન્ડ સેફટી ક્ષેત્રમાં ITI થી માંડીને ગ્રેજ્યુએશન (Graduation from ITI in the field of Fire & Safety) સુધીના કોર્સ છે જેમાં કરિયર બની શકે છે.

સમયની માંગ સાથે આગ અને અકસ્માતની મોટી આફતો સામે ફાયર વિભાગમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધ્યો છે. CNG , એ.સી., ગીઝર વગેરે અને તેને કારણે ક્યારેક અકસ્માત સર્જાતા હોય છે ફિટનેસ, હોસ્પિટલો, મોલ્સ જેવી જાહેર જગ્યાઓ પર આગની દુર્ઘટનાના ન્યૂઝમાં અવારનવાર જોતા હોઈએ છીએ. જેથી હવે ફાયર એન્ડ સેફટી ક્ષેત્રે અભ્યાસની ઉજ્જવળ તકો રહેલી છે,  ITI કક્ષાનો ફાયરમેનનો અભ્યાસક્રમ,  ફાયર ટેક્નોલોજીના ટૂંકાગાળાના ટ્રેનિંગ કોર્સે ફાયર એન્ડ સેફટીમાં ગ્રેજ્યુએશન કક્ષાનાં અભ્યાસક્રમ થઈ શકે છે.

આ પણ વાંચો- Politics of Gujarat: કોંગ્રેસ-બીજેપી વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગેનીબેનનાં અપશબ્દોનો ભાજપે આપ્યો સણસણતો જવાબ

ITI કક્ષાનો ફાયરમેનનો અભ્યાસક્રમ

GCVT (IT) ગાંધીનગર સંચાલિત ફાયરમેન જેમાં 9 માસની તાલીમ બાદ ૩ માસની ઔદ્યોગિક તાલીમ મેળવી નોકરી મેળવી શકો છે. આ કોર્સ ધોરણ 10 કે ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકે છે.  અમદાવાદના સાણંદ પાસે આવેલી COFT ભારતની આ એક માત્ર સંસ્થા જે ગુજરાત યુનિવર્સિટીની B.SC. (ફાયર એન્ડ સેફટી) ની ડિગ્રી આપે છે.

ફાયર ટેક્નોલૉજીના ટૂંકાગાળાના ટ્રેનિંગ કોર્સ

ફાયર ટેક્નોલૉજીમાં કેટલાક ટૂંકા સમયમાં થતી કોર્સ કરીને કારકિર્દી ઉજ્જવળ કરી શકાય છે. જે આ પ્રમાણેના કોર્સ છે. બેઝિક ફાયર ફાઇટિંગ ટ્રેનિંગ, જનરલ કોર્સ ઇન ફાયર ફાઇટિંગ,  જનરલ સેફ્ટીબેન્ડ હેલ્થ, ડિઝાસ્ટ મેનેજમેન્ટ એન્ડ ઈમરજન્સી કેર, ટેરરિઝમ ઇન્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ અવેરનેસ, સ્પેશિયલ કોર્સ ઇન એન્વાયર મેનેજમેન્ટ, મેનેજિંગ રિસ્ક, ફાયર સેફ્ટી મેનેજમેન્ટ, ફાયરરિસ્ક મેનેજમેન્ટ,  મેડિકલ ફર્સ્ટ એઈડ કોર્સ, પી.જી, ડિપ્લોમા ઇન ફાયર સેફટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિક્યુરિટી સર્વિસ કોર્સિસ,  સબ ફાયર ઓફિસર કોર્સ, ફાયર પ્રિવેન્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેફટી કોર્સ, ફાયરમેન ટ્રેનિંગ કોર્સ.

આ પણ વાંચો- White Tiger Cub: રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂમાં સફેદ માદા વાઘણે બે નર બાળ વાઘને જન્મ આપ્યો

ફાયર એન્ડ સેફ્ટીનો ગ્રેજ્યુએશન કક્ષાનો અભ્યાસક્રમ

અભ્યાસક્રમનું નામ : B.Sc. ઇન ફાયર એન્ડ સેફ્ટી , સમયગાળો : 3 વર્ષ

ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહમાં કોઈપણ ગ્રુપ સાથે પાસ થયેલ ઉમેદવાર અભ્યાસ કરી શકે છે. આ અભ્યાસક્રમ બાદ સરકારી ક્ષેત્રે જેવા કે રેલવે, ઍરપોર્ટ ઑથોરિટી, જુદા જુદા રાજ્યોના વિદ્યુત બોર્ડ,  ઇલેક્ટ્રિક કંપનીઓ , ઓ.એન.જી.સી,  ખાણ ખનીજ ક્ષેત્રો, રિફાઈનરી, ગેસ પ્લાન્ટ, જાહેર સાહસો બધી જ મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા, તાલુકા પંચાયતો તેમજ સંખ્યાબંધ સરકારી નિગમો,  કોર્પોરેટ ક્ષેત્રે  મોટા ઔદ્યોગિક ગૃહોમાં રોજગારી મળી રહે છે.  આ અભ્યાસક્રમ યુ.જી.સી. માન્ય ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કૉલેજોમાં ચલાવવામાં આવે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Fire brigade, Fire department, Fire News, Fire safety, Fireworks

આગામી સમાચાર