વડતાલ મંદિરનાં કોઠારી ઘનશ્યામ સ્વામી સામે શિષ્યની ફરિયાદ: 'મોતની ધમકી આપીને છ વર્ષ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું'

ફરિયાદી શિષ્ય

ફરિયાદી શિષ્યએ જણાવ્યું કે, આશરે 30થી 40 લોકો પીડિત છે. મારી એવા પીડિત સાથે પણ વાત થઇ છે.

 • Share this:
  સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરનાં કોઠારી અને કરજણ પાસેના કંડારી ગુરૂકુળના સંસ્થાપક ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી સામે તેમના જ શિષ્યએ ગંભીર આરોપ લગાવ્યા છે. શિષ્યએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસે તેમની સાથે વર્ષ 2013થી 2019 સુધી અવારનવાર સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. આ અંગે શિષ્યએ કરજણ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે.

  આ અંગે ફરિયાદી શિષ્યે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું 12 ઓગસ્ટ 2011નાં રોજ મારા માતાપિતાની મરજી વિરુદ્ધ સાધુ થવા માટે આવ્યો હતો ત્યારે મારી એક જ ઇચ્છા હતી કે ભગવાનને પામવું અને આ જીવનું કલ્યાણ કરવું. મેં ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીને મારા ગુરૂ બનાવ્યા હતા. પહેલા બે વર્ષ તો આધ્યાત્મિક વાતાવરણ મળ્યું. જે બાદ 2013માં હું ટીનેજમાંથી યુવાની તરફ જતો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયમાં કહેવામાં આવ્યું છે કે, જો તમને શિષ્ચ તરીકે રજોગુણ અને તમોગુણનાં આવેગ આવે તો તમારે તમારા ગુરૂને જણાવવું જેથી તે તમને સાચ્ચો રસ્તો બતાવશે. આ વાતને ધ્યાનમાં રાખીને એક દિવસે બપોરે બે વાગે ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીએ તેમના રૂમમાં બોલાવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે તું આટલો નર્વસ કેમ લાગે છે. ત્યારે મેં તેમને આ આવેગો અંગે વાત કરી. ત્યારે તેમને મને કહ્યું કે, હું જેમ કહું તેમતું કરજે એટલે તારા આવેગો નાસ પામશે અને તું બ્રહ્મરૂપી થઇશ. જે બાદ તેમણે મને કહ્યું કે રૂમનો દરવાજો બંધ કરીને મારી પાસે બેસ. એટલે હું તેમની પાસે બેઠો એટલે તેમણે મને ભગવાનની, શાસ્ત્રોની વાતો કરી કરીને મારું બ્રેઇન વોશ કરી દીધું, મને હિપ્નોટાઇઝ કરી દીધો કે, એમણે મને મારા વસ્ત્રો કઢાવી નાંખ્યા અને તે પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયા. અને મારી જોડે સૃષ્ટી વિરુદ્ધનું દુષ્કર્મ કર્યું. ત્યારે મે તેમનો પ્રતિકાર કર્યો અને કહ્યું કે કોઇપણ સાધુને આ છાજે એવુ નથી. ત્યારે તેમણે મને ડરાવીને ધમકાવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તું કોઇને કહીશ તો તારી આવી બનશે અને તને નુકસાન થશે. ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે મને મેન્ટલ ટોર્ચર કરીને મને દબાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે.

  ફરિયાદી શિષ્યને જ્યારે પૂછવામાં આવ્યું કે, 2013થી તમારી સાથે આવુ કૃત્ય થતુ આવ્યું છે તો તમે અત્યારે ફરિયાદ કેમ કરી?

  તો તેના જવાબમાં ફરિયાદી શિષ્યએ જણાવ્યું કે, કારણ કે તેની પાછળ એક કારણ છે. 2013થી લઇને 2019 સુધી જે પણ દુષ્કૃત્ય કરતા હતા તેમા તેમના શિષ્યો જેના નામ મેં અરજીમાં લખ્યા છે તેઓ તેમના સિક્યોરિટી ગાર્ડ તરીકેની ભૂમિકા ભજવતા અને સ્વામીએ જે સાધુ કે છોકરા સાથે આવા કૃત્યો કર્યા હોય તેને મારી નાંખવાની ધમકી પણ આપતા. આ ઉપરાંત શામ, દામ, દંડ, ભેદની નીતિથી તેમને રાખવામાં આનવે છે અને સાથે લોભ લાલચ પણ આપવામાં આવે છે. મને પણ દિવ્યવલ્લભ સ્વામી દ્વારા મારી નાંખવા સુધીની ધમકી આપવામાં આવી હતી. આ સાથે ધમકી આપી હતી કે તમને અને તમારા પરિવારને અમે છોડીશું નહીં. આ સમયગાળા દરમિયાન તેમના મંડળનાં 45 સાધુઓની વચ્ચે હું એકલો હતો આમાથી મારે કઇ રીતે છૂટકારો મેળવવો તેની ખૂબ જ મૂંજવળમાં હતો. મને એ લોકો ગોંધીને રાખતા હતા. મને કોઇ જ છૂટછાટ મળતી ન હતી કે હું કોઇની સાથે વાત કરી શકુ. હું ભગવાનને પ્રાર્થના કરતો કે ભગવાન મને આમાથી જરૂર બહાર નીકાળજે. જેથી વર્ષ 2019માં ભગવાને એવો રસ્તો કર્યો કે આજે હું બહાર આવ્યો.

  ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી બીજા કોઇ શિષ્યની સાથે પણ આવું જ કૃત્ય કરતા હતા?

  ફરિયાદી શિષ્યએ આ અંગ જણાવતા કહ્યું કે, તેમણે અન્ય શિષ્યની સાથે પણ આવા કૃત્યો કર્યા છે. તેમને ધાકધમકી આપી, રૂપિયા આપીને તેમનો કેસ સોલ્વ કરી દીધો છે એટલે તેમના મોઢા બંધ કરી દીધા છે. હું બહાર આવીને આટલી ફરિયાદ કરી છે અને અવાજ ઉઠાવ્યો છે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે બીજા છોકરાઓ પણ સાહસ કરીને બહાર આવશે.

  ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી ઉપરાંત પણ એવા કયા સ્વામી છે જે આવા કામ કરે છે?

  આ અંગે ફરિયાદી શિષ્યએ જણાવ્યું કે, તેમના મંડળમાં મેં આગળ પણ કહ્યું તે પ્રમાણે દિવ્યવલ્લભ સ્વામી ધાકધમકીનું કામ, જે સાધુના કપડાને ન છાજે તેવું ગુંડા જેવું કામ કરે છે. આ સાથે નિષ્કામ વલ્લભસ્વામી શાસ્ત્રોની વાતો કરી કરીને બ્રેઇન વોશ કરીને આવી રીતે ગુરૂ સાથે સાધુઓને જોડવાનું કાર્ય કરે છે.

  આ પહેલા પણ વડતાલ મંદિરમાં આવા વિવાદો સામે આવ્યા છે તો શું તમે માનો છો કે જે લોકોને આ સંપ્રદાય સાથે જોડાવું છે કે તમારી જેમ સાધુ થવુ છે તેમણે સાવધ રેહવું જોઇએ કે આવા નિર્ણયો ન લેવા જોઇએ.

  આના જવાબમાં ફરિયાદી શિષ્યએ જણાવ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયમાં કહ્યું છે અને આપણા વેદ પુરાણોમાં પણ કહ્યું છે કે, જ્યારે સાધુ પાસે જઇએ ત્યારે મારું પણ કહેવું છે કે, કોઇપણ માણસને ચકાસ્યા વગર કોઇને પોતાના ગુરૂ ન કરશો. મારી હરિભક્તોને એક જ વિનંતી છે કે, જેમને ભગવો ધારણ કરી લીધો હોય ત્યાં જઇને માથુ ન ટેકવશો તમે બજારમાં કોઇપણ ચીજ લેવા જાવ છો ત્યારે બહરાબર ચકાશીને જુઓ છો તેમજ ગુરૂને પણ પહેલા ચકાસીને જુઓ. તે વ્યક્તિનું બાહ્ય આચરણ અને અંદરનું આચરણ એક છે કે નહીં તે ચકાશો. શાસ્ત્રની અંદર સાચ્ચા સાધુનાં લક્ષણો બતાવ્યા છે તે ચકાશીને જ તેમની સાથે જોડાઓ.

  તમારા ઉપરાંત પણ કેટલા શિષ્યો સાથે આવું કૃત્ય થયું હશે?

  આ અંગે ફરિયાદી શિષ્યએ જણાવ્યું કે, આશરે 30થી 40 લોકો પીડિત છે. મારી એવા પીડિત સાથે પણ વાત થઇ છે.

  તમે પોલીસ ફરિયાદ કરી છે ત્યારે હવે પોલીસે તમને શું ખાત્રી આપી છે?

  આ અંગે ફરિયાદી શિષ્યએ જણાવ્યું કે, અંગેની પોલીસ ફરિયાદ બાદ પોલીસે ખાત્રી આપી છે કે, આ અંગેની ચકાસણી કરવામાં આવશે અને આ અંગે તમને જરાપણ દબાવવામાં કે તમારી પર કોઇ પ્રેશર આપવામાં નહીં આવે. અમે તમને ન્યાય અપાવીશું.
  Published by:Kaushal Pancholi
  First published: