Home /News /madhya-gujarat /

વપરાયેલા પાણીને શુદ્ધ કરી ફરી વાપરવા માટેની પોલીસી જાહેર કરાશે: રૂપાણી

વપરાયેલા પાણીને શુદ્ધ કરી ફરી વાપરવા માટેની પોલીસી જાહેર કરાશે: રૂપાણી

    મુખ્યામંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આ મહિનામાં જ જ શહેરો અને નગરોમાં લોકો વપરાશના મલીન જળના શુધ્ધિકરણ અને પુર્ન:ઉપયોગની નીતિ જાહેર કરવામાં આવશે. નદીઓ અને જળસ્ત્રોના કિંમતી પાણીને બગાડનારા અને પ્રદુષિત કરનારાઓ સામે ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ દ્વારા કાયદા પ્રમાણે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખેડા જિલ્લામાં જળસંચય અભિયાનના ભાગરૂપે નડિયાદ તાલુકાના આખડોલ અને પીપળાતા ગામે ગામ તળાવોની ઉંડાઇ વધારવાના કામોનો પ્રારંભ કરાવ્યો હતો.

    પાણી જ વિકાસનો આધાર છે અને પૂરતું પાણી એ વિકાસની પૂર્વ શરત છે એવી લાગણી વ્યતકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે "પાણીના ટીપેટીપાંને સંઘરવાની જરૂરને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં ધર્મશકિત અને જનશકિતના સહયોગથી એક મહિનાનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન પૂરજોશમાં આગળ વધી રહયું છે. આ અભિયાનમાં સંતો-મહંતો, સંસ્થારઓ અને લોકોએ તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે. તેના ભાગરૂપે ૧૩ હજાર જેટલા તળાવો ઉંડા કરવાની સાથે નદીઓ અને કાંસો, નહેરોની સફાઇ, ખેત તલાવડીઓ બનાવવી અને ઉંડાઇ વધારવા જેવા કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. પહેલા ચાર દિવસમાં જ છ હજારથી વધુ કામો શરૂ થઇ ગયા છે. આ કામોના પરિણામે રાજયની જળસંગ્રહની તાકાતમાં ૧૧ હજાર કરોડ ઘનમીટર જેટલો વધારો થશે. આ વર્ષે સારા અને સો ટકા વરસાદની આગાહી છે ત્યારે ચોમાસા પહેલા જ વરસાદી પાણીના સંગ્રહની સુસજ્જતા આ અભિયાનથી રાજયમાં ઉભી થશે."

    રૂપાણીએ વધુમાં ઉમેર્યુ કે, રાજય સરકારે જળસંગ્રહ શકિત વધારવા નર્મદા નદી પર રૂા.૪૦૦૦ કરોડના ખર્ચે ભાડભૂત આડબંધ બનાવવાનું અને જામનગર જિલ્લાના જોડિયા પાસે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતા મહત્વપૂર્ણ પ્રકલ્પોનું આયોજન કર્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kheda, Vijay Rupani, Water Crisis, ગુજરાત, પાણી`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन