ડાકોર: પતિને બચાવવા જતા પત્ની-બાળક ડૂબ્યા, ત્રણેના મોત

  • Share this:
    રાજ્યમાં વધુ એક ડુબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. આ વખતે ડાકોરમાં એક કેનાલમાં ડુબી જતા ત્રણના મોત થયા છે. આ ઘટનામાં પતી-પત્ની અને બાળક ત્રણેના કેનાલમાં ડુબી જતા મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

    મળતી માહિતી મુજબ, ડાકોરમાં મહિલા અને બાળક નહેરમાં ડૂબવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ હતી કે, મહિલાના માનસિક બીમાર પતિએ આપઘાત કરવા માટે નહેરમાં ઝંપલાવ્યું હતું. જેની જાણ પત્નીને થતાં પતિને બચાવવા પહેલા તેની પત્ની પડી, આ જોઈ પાછળ બાળક પણ નહેરમાં કૂદ્યું. જેમાં ત્રણેના નહેરમાં ડુબી જવાથી મોત નીપજ્યા છે.

    આ મુદ્દે સ્થાનિકોને જાણ થતાં લોકોએ પોલીસને જાણ કરી, તો પોલીસે ઘટના સ્થળ પર આવી સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ પરિવારના ત્રણે સભ્યોની શોધખોળ શરૂ કરી. જેમાં પોલીસે પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો છે. તો મહિલા અને બાળકોના મૃતદેહની શોધખોળ ચાલુ છે. જેમ જેમ આ ઘટનાની જાણ લોકોને થવા લાગી તેમ તેમ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા.

    આ મુદ્દે પોલીસે જણાવ્યું કે, હાલમાં પુરૂષનો મૃતદેહ શોધવામાં સફળતા મળી છે, જ્યારે મહિલા અને બાળકનો મૃતદેહ શોધવાની કામગીરી ચાલુ છે.
    Published by:Mujahid Tunvar
    First published: