ડાકોરના ઠાકોરનું મંદિર 18મી જૂનથી સ્થાનિકો માટે શરૂ , જાણો બહારનાં કઇ તારીખ પછી દર્શન કરી શકશે

ડાકોરના ઠાકોરનું મંદિર 18મી જૂનથી સ્થાનિકો માટે શરૂ , જાણો બહારનાં કઇ તારીખ પછી દર્શન કરી શકશે
ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર પણ 18 જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર પણ 18 જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

 • Share this:
  ડાકોર : કોરોના વાયરસના સંક્રમણની ભીતિને કારણે મોટાભાગનાં મંદિરોને બંધ કરી દેવામાં આવ્યાં હતા. જે હવે ધીરે ધીરે ખુલી રહ્યાં છે. ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર પણ 18 જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ ઉપરાંત આગામી 18થી 23 જૂન સુધી ફક્ત ડાકોરના સ્થાનિકો માટે જ દર્શન ખોલવામાં આવશે.

  આ અંગે ડાકોર ટેમ્પલ કમિટિએ એક યાદીમાં જણાવ્યું છે કે, 'સરકારની ગાઇડલાઇન પ્રમાણે આગામી 18 જૂનથી રણછોડરાયજી મંદિર ખોલવામાં આવશે. દર્શન કરવા માટે યાત્રાળુઓએ હવે મંદિરની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી દર્શનાર્થીને ટોકન નંબર રજીસ્ટર્ડ મોબાઇલમાં મેસેજમાં મોકલવામાં આવશે. જે દર્શન સમય બતાવવાનો રહેશે. આગામી 18થી 23 જૂન દરમિયાન માત્ર સ્થાનિકો જ દર્શન કરવા આવી શકશે. જેના માટે તેમને ઓનલાઇન બૂકિંગ અથવા આધારકાર્ડ બતાવવાથી પ્રવેશ અપાશે.  આ પણ વાંચો - રવિવારે છે સૂર્યગ્રહણ, ફટાફટ જાણી લો કઇ રાશિ પર પડશે કેવી અસર

  કોરોનાને કારણે મંદિરમાં આરતીના સમય, રવિવાર, પૂનમ, તહેવારો, ઉત્સવ, ગ્રહણના દિવસે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે. મંદિરમાં ફૂલ, તુલસી, શ્રીફળ, માળા, પ્રસાદ જેવી ચીજવસ્તુ લઇને પ્રવેશ નહીં કરવાની દર્શનાર્થીઓને સૂચના અપાઇ છે. આ ઉપરાંત 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના, સગર્ભા, વ્હીલચેરવાળા, બીમાર હોય તેમને સાથે નહીં લાવવા પણ અપીલ કરાઇ છે.

  આ પણ જુઓ - 

  નોંધનીય છે કે, ડાકોર ટેમ્પલ કમિટી તરફથી કોરોના વાઈરસના સંક્રમણ સામે લડવા તમામ પરંપરાગત પ્રયાસો કરાઈ રહ્યા હતા. જેમાં કપૂર ,ગુગળ ,ગૌ ગોબર અને લીમડાનો ધૂપ વાતાવરણમાં રહેલ માઈક્રો બેક્ટેરીયાને દૂર કરી વાતાવરણને શુધ્ધ કરે છે.
  First published:June 17, 2020, 11:43 am

  टॉप स्टोरीज