Home /News /madhya-gujarat /

ખેડાઃ 15 મુસાફર ભરેલી બસ ગરનાળામાં ખાબકી, કોઇ જાનહાનિ નહીં

ખેડાઃ 15 મુસાફર ભરેલી બસ ગરનાળામાં ખાબકી, કોઇ જાનહાનિ નહીં

ડાકોર-કઠલાલ એસટી બસ અકસ્માત

    સોમવારે સવારના સમયે એસટી બસ રોડપરથી ગરનાળામાં જતી રહી હોવાની ઘટના બની છે. આ ઘટનામાં આશરે 15 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. બસ નાળામાં ખાબકી હોવાની ઘટનાથી મુસફરોમાં બુમાબુમ થઇ હતી. જેના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા.બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં સદનસિબે કોઇ જાનહાનિ થઇ નથી.

    મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં મહિસાથી કાકલિયા રોડ ઉપર સોમવારે સવારે ગુજરાત સરકારની કઠલાલથી ડાકોરની એસટી બસ પસાર થઇ રહી હતી. ત્યારે ડ્રાઇવરે અચાનક સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલા ગરનાળામાં ખાબકી હોવાની ઘટના બની છે.



    નાળામાં બસ ખાબકવાની સાથે જ મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. અને મુસાફરોએ બુમો પાડવા લાગી હતી. બુમોનો અવાજ સાંભળતાની સાથે જ આજુબાજુ ખેતરોમાં વસતા લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બસમાં સવાર 15 મુસાફરોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.

    વધુ મળતી માહિતી પ્રમાણે 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ મુસાફરોને કઠલાલ અને અણિયાલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં 15 જેટલા મુસાફરો સવાર હતા. આ ઘટનામાં સદનસિબે કોઇ જાનહાની પહોંચી નથી. બસમાં સવાર એસટીના કર્મચારીના જણાવ્યા પ્રમાણે ડાકોરથી કઠલાલ બસ સવારે 7.40થી ડાકોરથી બસ ઉપડી હતી. ત્યારબાદ આ બસને મહિસાથી કાકલિયા રોડ ઉપર અકસ્માત નડ્યો હતો.

    સ્થાનિકોને બસને લાકડાના ટેકા આપ્યા

    ગરનાળામાં એસટી બસ ખાબકી હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બસમાંથી 15 જેટલા લાકોનું રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. બસ પલટી ન મારી જાય તે માટે સ્થાનિક લોકોએ બસને ટેકા આપીને સીધી રાખી હતી. સ્થાનિક સુત્રોનું કહેવું છે કે, ગરનાળા પર કામ ચારી રહ્યું છે. ડાકોરથી કઠલાલ એસટી બસ નંબર જીજે18 વાય 7265ને મહિસાથી કાકલિયા રોડ પર અકસ્માત નડ્યો છે. આમ મોટી દુર્ઘટના ટળી છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Dakor, Road accident

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन