આંણદ ખાતે ભાજપનું પેજ સમિતિ સંમેલન તેમજ નવનિર્મિત ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે તેમજ રાજયના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમણે સમગ્ર દેશમાં દરેક જિલ્લામા ભારતીય જનતા પાર્ટીનું એક ભવ્ય કાર્યાલય બને તે માટે સંકલ્પ કર્યો અને અંદાજે 700 જેટલા કાર્યાલય નિર્માણ કર્યા હતા.
સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આંણદ જિલ્લાનું કાર્યાલયનું મોડલને ગુજરાતમા જ નહીં સમગ્ર દેશમાં અનુકરણ કરવું પડે તે પ્રકારનું આયોજન કરવમાં આવ્યું છે તે બદલ કાર્યકરોનો જે સહયોગ છે તે બદલ કાર્યકરોનો આભાર. જિલ્લાના કાર્યાલયના નિર્માણ માટે કોઇ દાન ન આપે સહયોગ આપે તે જરૂરી છે. કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું નિર્માણ થાય તે મહત્વની વાત છે. આંણદ જિલ્લાના કાર્યાલય નિર્માણ માટે જે કાર્યકરે એક લાખથી વધુ રૂપિયા આપ્યા છે તેનું નામ રૂમમાં તખ્તી સ્વરૂપે લખવા જિલ્લાના પ્રમુખને વિનંતી કરી હતી. ભાજપનો કાર્યકર એક એક પાઇનો હિસાબ આપે છે. અન્ય રાજકીય પાર્ટીઓમાં કાર્યાલયનું નિર્માણ એટલે નથી થતું કે તે પાર્ટીમાં રૂપિયા સિધા પાર્ટીના કાર્યકરોના ખિસ્સામાં જાય છે. આ કાર્યાલયનો ઉપયોગ આંણદ જિલ્લાની સાત બેઠકો જીતવા કરવાનો છે. સાતેય વિઘાનસભામાં પેજ કમિટિનું કામ પુર્ણ થયું છે. ભાજપનો કાર્યકર આ વખતે સંકલ્પબદ્ધ છે કે આણંદ જિલ્લાની તમામ બેઠક જીતવા શક્તિશાળી છે તેમ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સી આર પાટીલે વધુમાં જણાવ્યુ કે આંણદ જેટલુ મજબૂત સંગઠન આખા રાજયમાં કોઇજગ્યાએ નથી. આ સંગઠન સાથે ડબલ એન્જિનની સરકાર અને યોજનાઓને લોકો સુઘી પહોંચાડવા હાંકલ કરી. ભાજપનો કાર્યકર સરકારની યોજનાઓ છેવાડાના માનવીસુઘી પહોંચે તે માટે કામ કરે છે અને એટલે જ ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે. ભાજપનો કાર્યકર તેનો જન્મ દિવસ લોકસેવા કરી ઉજવે છે અને એટલે જ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. સુરતમાં એક કાર્યકરે અંદાજે સાત થી આઠ કરોડના ખર્ચે એક વર્ષ સુઘી ગરીબ વૃદ્ધોને દાંતના ચોકઠા બનાવી આપવાની સેવા કરી છે આ સેવાકીય કાર્ય આખા વિશ્વમાં કોઇ રાજકીય પાર્ટીના કાર્યકરે વડિલોના ચોકઠા બનાવવાની સેવા નહી કરી હોય પરંતુ આ કાર્યક્રમ ગુજરાતમાં થયો છે તે બદલ તેમનો આભાર.
સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે ગુજરાતનું સહકાર સૌથી વધુ મજબૂત છે. સમગ્ર દેશમાં સહકારનો પ્રચાર થાય તે માટે નવુ મંત્રાલય વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યુ અને તેની જવાબદારી આદરણીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને આપી. ગુજરાતમાં આપણે એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘરમાં એક હોદ્દાનો નિયમ લાવ્યા છીએ આના કારણે સંગઠન મજબૂત થયું છે. સહકારી ક્ષેત્રે એક પણ ચૂંટણી ભાજપ હાર્યુ નથી.
સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે આવનાર વિઘાનસભા ચૂંટણીમાં જિલ્લાની સાત વિધાનસભા બેઠક જીતાડવાની જવાબદારી જિલ્લાના કાર્યકરોની છે. વિઘાનસભાની ચૂંટણીમાં ખંતથી કાર્યકરો મહેનત કરે ટીકિટ કોને મળશે તેની ચિંતા ન કરે. ઉમેદવાર નક્કી કરવાનુ કામ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ કરશે. ઉમેદવાર નક્કી કરવાનું કામ પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી પાસે નથી. દરેક ઉમેદવારનો બાયોડેટા કેન્દ્ર માં મોકલીશું. દરેક સમાજને સાથે રાખી ઉમેદવારની ક્ષમતા નક્કી કરવાની સક્ષમતા આપણા નેતાઓમાં છે.કાર્યકરોનું કામ છે કે જે ઉમેદવાર આવે તેને ભારે મતોથી જીતાડવા. કાર્યકરો તેમની રજૂઆત નિરક્ષકોને કરી શકે છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર