ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની કાલે ચૂંટણી હતી. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડિસેમ્બરે ખેડાના રણછોડજી મંદિરના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે. મંદિરમાં દર્શન બાદ ડાકોર ભવન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધવાના છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે એકવાર ફરી ફટાફટ રેલીઓ કરી રહ્યા છે.
આજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સવારે રણછોડજી મંદિરના દર્શન કર્યા હતાં. તેમની સાથે કોંગ્રેસ ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાહુલ જેવા મંદિરની બહાર પહોંચ્યા તેવા જ કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવવાના ચાલુ કરી દીધા. આ પછી બીજી બાજુ રાહુલ મંદિરની બહાર આવતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ પૂજા માટે પહોંચ્યા હતાં.
સભા પછી હેલિકોપ્ટર મારફત અરવલ્લી જિલ્લાની મુલાકાત લેવાના છે. અરવલ્લીના શામળાજીમાં શામળાજી મંદિરે રાહુલ દર્શન કરવા બપોરે દોઢ વાગ્યે પહોંચશે. ત્યાર બાદ શામળાજી-ભિલોડા હાઈવેના સર્વોદયા આશ્રમ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી હેલિકોપ્ટર મારફત રાહુલ બનાસકાંઠા જિલ્લામાં જશે. દિયોદર ખાતે પણ જાહેરસભાને સંબોધશે. આ સભા પતાવીને રાહુલ ગાંધીનગર જિલ્લાની મુલાકાત લેશે. મોડી સાંજે પાનસર રોડ, કલોલ ખાતે જાહેરસભાને સંબોધશે. આમ રાહુલ રવિવારે ચાર જાહેરસભાને સંબોધવાના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર