Home /News /madhya-gujarat /

ખેડા : કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહનો વિરોધ, કપડવંજના ધારાસભ્યનું રાજીનામું

ખેડા : કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહનો વિરોધ, કપડવંજના ધારાસભ્યનું રાજીનામું

કાળુસિંહ ડાભી

બિમલ શાહને ખેડા બેઠક પરથી લોકસભાની ટિકિટ મળતા જ કોંગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ રાજીનામું ધરી દીધું છે.

    ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસે બુધવારે સાંજે લોકસભાની છ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેમાં ખેડા બેઠક પરથી બિમલ શાહને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, બિમલ શાહનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં અસંતોષ સામે આવ્યો છે. તેમના વિરોધમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે.

    ધારાસભ્ય કાળાભાઈ ડાભીનું રાજીનામું

    બિમલ શાહને ખેડા બેઠક પરથી લોકસભાની ટિકિટ મળતા જ કોંગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ રાજીનામું ધરી દીધું છે. તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર લખીને રાજીનામું મોકલી આપ્યું હતું. કાળાભાઈ ડાભીએ અમિત ચાવડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકરો પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.

    પત્રમાં શું લખ્યું?

    કાળાભાઈ ડાભીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને લખેલા રાજીનામાં પત્રમાં લખ્યું છે કે, "પાર્ટીના હાઇકમાન્ડ તરફથી ખેડા-17 સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે વિમલભાઈ શાહના પસંદગી કરવામાં આવી છે. આ વાત જાણીને મને તેમજ પાર્ટીના સંખ્યાબંધ કાર્યકરોને દુઃખ થયું છે. મારા સહિત પાર્ટીના સંખ્યાબંધ કાર્યકરો વ્યથિત થઈને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીએ છીએ. આ વાતની ગંભીરતાપૂર્વક નોંધ લેવી."

    કોંગ્રેસે છ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી

    બુધવારે કોંગ્રેસે સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, ખેડા અને સુરત બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. બનાસકાંઠા બેઠક પરથી પરથીભાઈ ભટોળ, સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોર, અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, ભાવનગર બેઠક પરથી મનહર પટેલ, ખેડા બેઠક પરથી બિમલ શાહ અને સુરત બેઠક પરથી અશોક અધેવડાને ટિકિટ આપવામાં આવી છે.

    ભાજપ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો





































































































































































    ક્રમ બેઠક ભાજપ કોંગ્રેસ
    1 કચ્છ વિનોદ ચાવડા નરેશ એન.મહેશ્વરી
    2 બનાસકાંઠા પરબત પટેલ પરથીભાઈ ભટોળ
    3 પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
    4 મહેસાણા શારદાબેન પટેલ એ.જે પટેલ
    5 સાબરકાંઠા દીપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર
    6 ગાંધીનગર અમિત શાહ જો. સીજે ચાવડા
    7 અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ ગીતાબેન પટેલ
    8 અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી રાજુ પરમાર
    9 સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા સોમા ગાંડા
    10 રાજકોટ મોહન કુંડારિયા લલિત કગથરા
    11 પોરબંદર રમેશ ધડૂક લલિત વસોયા
    12 જામનગર પૂનમબેન માડમ મુળુભાઈ કંડોરિયા
    13 જૂનાગઢ રાજેશ ચુડાસમા પૂંજાભાઈ વંશ
    14 અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી
    15 ભાવનગર ભારતીબેન શિયાળ મનહર પટેલ
    16 આણંદ મિતેષ પટેલ ભરતસિંહ સોલંકી
    17 ખેડા દેવુસિંહ ચૌહાણ બિમલ શાહ
    18 પંચમહાલ રતનસિંહ રાઠોડ વી.કે. ખાંટ
    19 દાહોદ જસવંતસિંહ ભાભોર
    20 વડોદરા રંજનબહેન ભટ્ટ પ્રશાંત પટેલ
    21 છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા રણજીત રાઠવા
    22 ભરુચ મનસુખ વસાવા
    23 બારડોલી પ્રભુ વસાવા તુષાર ચૌધરી
    24 સુરત દર્શનાબેન જરદોશ અશોક અધેવડા
    25 નવસારી સી. આર. પાટીલ ધર્મેશ પટેલ
    26 વલસાડ કે. સી. પટેલ જીતુ ચૌધરી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bimal Shah, Candidate List, CEC, Kapadvanj, Kheda S06p17, Lok sabha election 2019, કોંગ્રેસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन