Home /News /madhya-gujarat /

શરતો પર આધારિત એક તદ્દન નવી જ લવસ્ટોરી "જોડે રે'જો રાજ" ટૂંક સમયમાં કલર્સ ગુજરાતી પર પ્રીમિયર

શરતો પર આધારિત એક તદ્દન નવી જ લવસ્ટોરી "જોડે રે'જો રાજ" ટૂંક સમયમાં કલર્સ ગુજરાતી પર પ્રીમિયર

તા.6 જૂન ના રોજ સાંજે 7 વાગે આ નવા શોનું પ્રીમિયર યોજાશે

જોડે રે'જો રાજ ધારાવાહિકની વાર્તામાં આલિયાની વાત છે જે ભણવામાં ખાસ હોશિયાર નથી પરંતુ સતત પ્રયત્નો દ્વારા કોર્પોરેટ જગતમાં નોકરી મેળવી લે છે અને અહીં જ શરુ થાય છે તેની મનોરંજક સફર જેમાં તે અનેક સવાલો અને અવરોધોનો સામનો કરે છે.

દરેકના જીવનમાં લાગણી કહો કે ભાવના જીવનના અનુભવો સાથે બદલાય છે પરંતુ પ્રેમ એક એવી અનુભૂતિ છે જે સમય અને અનુભવની સાથે વધુ ગાઢ બને છે. કહેવાય છે કે સાચા પ્રેમમાં ક્યારેય બંધન કે શરતો નથી હોતા પરંતુ જો કોઈ પ્રેમની શરૂઆત જ શરતોથી થાય તો?  ગુજરાતની એક માત્ર મનોરંજન ચેનલ કલર્સ ગુજરાતી એક નવો શો "જોડે રે'જો રાજ “ લાવી રહ્યું છે. જેની વાર્તા આલિયા અને આર્યનની છે. જે એક બીજાથી તદ્દન ભિન્ન વ્યક્તિત્વ અને તેમ છતાંય તેમના પ્રેમનો મહેલ શરતોના પગથિયાં પર સર્જાય છે.

તા.6 જૂન ના રોજ સાંજે 7 વાગે આ નવા શોનું પ્રીમિયર યોજાશે અને તે પછી દર્શકોને સોમવારથી શનિવાર સુધી રોજ સાંજે આ શો માણવા મળશે.
આ શો વિશે વધુ માહિતી આપતા કલર્સ ગુજરાતીના બિઝનેસ હેડ વિપુલ નાગરે જણાવ્યુ કે, સંસ્કાર અને મૂલ્યો જેમ ગુજરાતી સંસ્કૃતિનો ભાતીગળ હિસ્સો છે તેમ એ પણ અમારી ચેનલના મૂળભૂત પાયામાં છે. કલર્સ ગુજરાતીનો સતત પ્રયાસ રહ્યો છે કે ફિક્શન અને નોન ફિશન શો માં આ જ ગુજરાતી સંસ્કાર અને મૂલ્યોની ઝલક દેખાતી રહે. આ જ વિચાર સાથે આલિયા અને આર્યનની લવસ્ટોરી જે શરતો પર આધીન છે તે લાવી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે અમે આ શો દ્વારા અમારા દર્શકોના હૃદય જીતી લઇશું.

જોડે રે'જો રાજ ધારાવાહિકની વાર્તામાં આલિયાની વાત છે જે ભણવામાં ખાસ હોશિયાર નથી પરંતુ સતત પ્રયત્નો દ્વારા કોર્પોરેટ જગતમાં નોકરી મેળવી લે છે અને અહીં જ શરુ થાય છે તેની મનોરંજક સફર જેમાં તે અનેક સવાલો અને અવરોધોનો સામનો કરે છે, આલિયાનું પાત્ર તોરલ ત્રિવેદી ભજવી રહી છે, તે સતત પ્રત્નશીલ રહે છે કે તેને સામે આવી રહેલા અવરોધોનો ઉકેલ મળી જાય આ જ સંઘર્ષ દરમ્યાન તેની મુલાકાત આર્યન સાથે થાય છે, આર્યન એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે જે પોતાની જાતને ખુબ જ મહત્વ આપે છે પરંતુ બહારથી કઠોર દેખાતો આર્યન હકીકતમાં ખુબ જ પ્રેમાળ અને લાગણીશીલ છે.

આ પણ વાંચો- પરીક્ષાના બે મહિના પહેલા પડી જતા માથામાં હેમરેજ થયું છતાં વિદ્યાર્થિનીએ ટૉપ કર્યુ

આગળ જતા આ બંને વ્યક્તિ વચ્ચે બંધાતા પ્રેમનું પહેલું પગથિયું તેમના જીવનના રહસ્યો બનશે, જે તેમના સિવાય કોઈ જ જાણતું નથી અને આ રહસ્યોના કારણે તેમના પ્રેમસંબંધ સાથે સતત શરતો જોડાયેલી રહે છે. શું શરતોને આધીન આ પ્રેમની ઇમારત ટકી રહેશે? શું નસીબ પણ આ સબંધો ને સાથ આપશે? શું શરતો પર બંધાયેલો આ સંબંધ નિસ્વાર્થ પ્રેમમાં તબદીલ થશે?

આ પણ વાંચો- કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી બાળક ગુમ

કલર્સ ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ ડો. દર્શિલ ભટ્ટે આ શો ના લોન્ચ અંગે જણાવ્યું કે કલર્સ ગુજરાતી હંમેશા પોતાના દર્શકોને પ્રેરણાત્મક અને મનોરંજન ધરાવતી સિરિયલો દ્વારા સતત બાંધી રાખે છે. આ શો માં પ્રેમકથા, હાસ્ય અને જીવનના અન્ય દરેક રંગને વણી લેવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે દર્શકોને આ શો ખુબ જ પસંદ આવશે અને આ શો ને ટીવી પર જોવા હું પણ ઘણો ઉત્સાહિત છું.
આર્યન અને આલિયાની આ પ્રેમકથા જોડે રે'જો રાજને વાય સ્ટાર સીને એન્ડ ટેલિવિઝન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Colors Gujarati, Colors TV, Gujarati news

આગામી સમાચાર