Home /News /madhya-gujarat /

Ahmedabad Weather Update: બળબળતા તાપ વચ્ચે શેકાયું શહેર, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

Ahmedabad Weather Update: બળબળતા તાપ વચ્ચે શેકાયું શહેર, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આપી ભારે ચેતવણી

ગુજરાતમાં (Gujarat) હજી 48 કલાક હિટવેવની (Heat wave) આગાહી કરવામાં આવી છે. ગરમીનો (Garmi) પારો 44 ડિગ્રીને પાર જઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય શહેરમાં (City) હિટવેવની આગાહી કરવામાં આવી છે.

    અમદાવાદ:  ગુજરાતમાં (Gujarat) હજી 48 કલાક હિટવેવની (Heat wave) આગાહી કરવામાં આવી છે. ગરમીનો (Garmi) પારો 44 ડિગ્રીને પાર જઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય શહેરમાં (City) હિટવેવની આગાહી કરવામાં આવી છે.

    અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું

    રાજ્યમાં ગરમીની (Garmi) વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અનેક શહેરોમાં તાપમાન (Temperature) 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં (Cities) હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન (Weather) ખાતાએ કરેલી આગાહી (Forecast) મુજબ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાઈ હતી.

    સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આપી ભારે ચેતવણી

    રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત અઠવાડિયા પહેલાથી જ થઇ હતી. ત્યારબાદ ભેજનું (Humidity) પ્રમાણ વધતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જો કે ફરી હવે તાપમાન વધવા લાગ્યું છે અને આકરો ઉનાળો (Summer) સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ હવામાન વિભાગે મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે ચેતવણીની આગાહી જાહેર કરી હતી. જેના કારણે આગામી દિવસોમાં તાપમાન (Temperature) 42 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઇ શકે છે. હિટવેવની આગાહી દરમિયાન લોકોએ બપોરના (Noon) 1 થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર નીકળવું જોઇએ નહિં. જો તમારે કોઇ ઇમરજન્સી (Emergency) કામ હોય તો જ ઘરની બહાર નીકળો.

    આ પણ વાંચો: મિત્રોને દારૂ પીવડાવવો ભારે પડ્યો, વરરાજા સહિત મિત્રને ખાવી પડી લોકઅપની હવા

    ઇમરજન્સી કામ વગર ઘરની બહાર ન નીકળો

    રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને (Garmi) કારણે અનેક રસ્તાઓ (Road) સૂમસામ પડી ગયા છે. બપોરના સમયે દુકાનો પણ લોકો બંધ કરવા લાગ્યા છે. જો તમે પણ આ ગરમીમાં બહાર જાવો છો તો ફેસને (Face) બરાબર કવર કરીને નીકળો. સ્કિન (Skin) દઝાડતી ગરમી તમને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જો તમારા ઘરમાં નાના બાળકો છે તો એમને પણ આ ગરમીમાં બહાર નીકળવા દેશો નહિં. સાથે તમે અને તમારા બાળકોએ વધુ પ્રમાણમાં પાણી (Water) પીવાનો આગ્રહ રાખવો જેથી કરીને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ઉભી ના થાય.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Weather, અમદાવાદ

    આગામી સમાચાર