Home /News /madhya-gujarat /નડિયાદમાં એક યુવકે BSF જવાનની દીકરીનો વીડિયો કર્યો વાયરલ, ઠપકો આપવા ગયા તો મળ્યું મોત

નડિયાદમાં એક યુવકે BSF જવાનની દીકરીનો વીડિયો કર્યો વાયરલ, ઠપકો આપવા ગયા તો મળ્યું મોત

BSF jawan

Nadiad Crime News: વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા, ઘટનામા BSF જવાનનું મોત થયું હતું. દીકરીનો વીડિયો વાયરલ કરતા પરિવારજનો યુવકના ઘરે ઠપકો આપવા ગયા હતા.

    ઉમંગ પટેલ,ખેડા: નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમા રહેતા BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કરતાં BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો કરવા ગયા હતા. આ દરમિયાન મામલો બિચકાતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. લાકડી, ધારીયા અને પાવડા વડે BSF જવાન અને તેમના દિકરા પર હુમલો કરવામાં આવતા BSF જવાનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    શૈલેષે દીકરીનો વીડિયો કરતા ઠપકો આપવા ગયા હતા


    નડિયાદ તાલુકાના ચકલાસી તાંબે સૂર્યનગરમાં રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતે BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેમની ગામની બાજુમાં આવેલ વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશ જાદવે થોડા દિવસ અગાઉ આ મેલજીભાઈની દીકરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જે બાબતે મેલજીભાઈ અને તેમની પત્ની તથા તેમનો દીકરો નવદીપ તથા હનુમંતા અને ભત્રીજો ચિરાગ આ તમામ લોકો ઠપકો કરવા આ શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે ગયા હતા. શૈલેષ ઉર્ફે સુનિલ તો ઘરે હાજર નહોતો. આ દરમિયાન મેલજીભાઈએ ઠપકો કરતાં શૈલેષ ઉર્ફે સુનિલના ઘરવાળા અકળાયા અને જણાવ્યું કે તમે મારા દિકરાને ખોટો વગોવી રહ્યા છો. જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં શૈલેષ ઉર્ફે સુનિલના ઘરવાળાએ હુમલો કરી દીધો હતો.

    આ પણ વાંચો: ગીર સોમનાથના ઘાટવડ ગામેં આદમખોર દીપડો આખરે પીંજરે પૂરાયો

    ઠપકો આપવા જતા પરિવારજનોએ કર્યા હુમલો


    ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં પિતા દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ સામેલ હતા. આ તમામ લોકો લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર તૂટી પડ્યા હતા. BSF જવાનની હત્યાની જાણ તેમના મિત્ર વર્તુળમાં તથા મિત્ર વર્તુળો પણ ઘેરા શોકમાં ડૂબી ગયા હતા.

    આ પણ વાંચો: સારો પગાર હોવાનું માની યુવતીએ લગ્ન કર્યા, પણ પતિ નીકળ્યો સિક્યોરિટી ગાર્ડ

    કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો


    મેલજીભાઈના મૃતદેહને પોલીસની જરૂરી કાર્યવાહી કરાયા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. રવિવારે તેમના વતન ખાતે મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. નોંધનીય છે કે, આ બનાવના કારણે એક પત્નીએ પોતાનો સુહાગ તો 3 દિકરા અને એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

    આ પણ વાંચો: તુનિષા શર્માએ જીવન પ્રેમીના નામે કરી દીધું હતું, હાથ પર ટેટૂમાં ચિતરાવ્યો ખાસ મેસેજ

    ડોક્ટરે મેલજીભાઈને મૃત જાહેર કર્યા હતા


    ભાવેશભાઈ ચીમનભાઈ જાદવે ધારીયા વડે મેલજીભાઈને અને તેમના દિકરા નવદીપ પર વાર કર્યો હતો. જેના કારણે આ બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત અન્ય લોકોએ પણ લાકડી વડે હુમલો કર્યો હતો. આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે થઈ પલાયન થઈ ગયા હતા. જોકે 108 એમ્બ્યુલન્સ વાહન મારફતે ઘાયલ થયેલા BSF જવાન તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મેલજીભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવદીપને વધારે ઇજા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે આઈપીસી 302, 307, 323, 504, 143, 147, 149 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Crime news, Latest crime news, Nadiad