Home /News /madhya-gujarat /

Ahmedabad Crime: અમદાવાદમાં મિત્ર સાથે મળી યુવતીએ પોતાની માતાના પ્રેમીની હત્યા કરી નાંખી

Ahmedabad Crime: અમદાવાદમાં મિત્ર સાથે મળી યુવતીએ પોતાની માતાના પ્રેમીની હત્યા કરી નાંખી

પોલીસે આરોપી યુવતી અને તેના મિત્રની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને બન્ને આરોપીઓને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad Murder Case: શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા મધુબેન દંતાણીના પુત્રને એક મહિલા સાથે પ્રેમ સબંધ હતો. જેથી તેના દીકરાની પત્નીને આ બાબતની જાણ થતાં તે છેલ્લા પાંચ વર્ષથી રિસાઈને તેના પિયર ચાલી ગઈ હતી. ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ ફરિયાદીના દીકરાની પ્રેમિકા તેના ઘરે આવી હતી અને તેની દીકરી તથા દીકરીનો મિત્ર ફરિયાદીના પુત્રને શોધી રહ્યા હોવાની જાણ કરી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabd City)ના ગોમતીપુર વિસ્તારમાં પ્રેમ સબંધ (Love Affair)નો કરૂણ અંજામ આવ્યો છે. જ્યાં માતાને અન્ય યુવક સાથે પ્રેમ સબંધ હોવાની જાણ થતાં જ યુવતીએ તેના મિત્ર સાથે મળીને યુવકને માર મારીને મોત (Murder)ને ઘાટ ઉતારી દીધો છે.

શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા મધુબેન દંતાણીના પુત્રને એક મહિલા સાથે પ્રેમ સબંધ હતો. જેથી તેના દીકરાની પત્નીને આ બાબતની જાણ થતાં તે છેલ્લા પાંચ વર્ષથી રિસાઈને તેના પિયર ચાલી ગઈ હતી. ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ ફરિયાદીના દીકરાની પ્રેમિકા તેના ઘરે આવી હતી અને તેની દીકરી તથા દીકરીનો મિત્ર ફરિયાદીના પુત્રને શોધી રહ્યા હોવાની જાણ કરી હતી. પોતે પણ તેને શોધી રહેલ છે. પરંતુ તે મળતો ના હોવાની હકીકત ફરિયાદીને જણાવી હતી. તો બીજી તરફ સવારે છ વાગ્યાની આસપાસ ફરિયાદીની પડોશમાં રહેતા રોહિત અને સુનીલ તેમના ઘરે આવ્યા હતા. અને કહ્યું હતું કે તેમનો દીકરો હરિભાઈ ગોદાણી સર્કલ પર આવેલ જાહેર શૌચાલયની સામે રોડ ઉપર બેભાન હાલતમાં પડ્યો છે.

આ પણ વાંચો- World Hypertension Day: ગુજરાતમાં 15થી 49 વર્ષની વયના 14 ટકા પુરુષો હાયપરટેન્શનનો શિકાર

ફરિયાદી આ બંને યુવકો સાથે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે તેમનો દીકરો બેભાન હાલતમાં રોડ પર પડયો હતો અને તેને આંખ તેમજ માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેને લઇને તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા. જોકે આસપાસના રહેવાસીઓને આ બાબતની જાણ થતા તેઓ પણ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. અને ફરિયાદીના દીકરાને વધુ સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો- VIDEO: પહાડ પરથી બોલની જેમ ગબડવા લાગ્યો માણસ, બચાવવાને બદલે લોકો પાળવા લાગ્યા તાળીઓ!

આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને યુવતી અને તેના મિત્રની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને બન્ને આરોપીઓને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad news, Murder case, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર