Home /News /madhya-gujarat /

ખેડા: જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખનું રોડ અકસ્માતમાં મોત, રાત્રે કારની ઝાડ સાથે ટક્કર

ખેડા: જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખનું રોડ અકસ્માતમાં મોત, રાત્રે કારની ઝાડ સાથે ટક્કર

બીજેપીના યુવા નેતા

Kheda accident news: ખેડા તાલુકાના મોકવા ગામ (Mokva village)ના વતની કલ્પેશસિંહ ડાભી (Kalpeshsinh Dabhi)નું રાત્રે અકસ્માતમાં મોત થયું છે.

    ખેડા: રાજ્યમાં દરરોજ અકસ્માત (Gujarat road accidents)ના અનેક બનાવો બને છે. ખેડા જિલ્લા (Kheda district)માં બનેલા એક અકસ્માતમાં જિલ્લા ભાજપના યુવા મોરચાના ઉપ-પ્રમુખનું મોત થયું છે. તેઓ કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. તેઓનું ઘટના સ્થળે જ મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજેપીના યુવા નેતા અને ગામના યુવાનનું મૃત્યું થતાં મોટી સંખ્યામાં લોકો અને બીજેપીના કાર્યકરો (BJP workers) તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.

    મળતી માહિતી પ્રમાણે ખેડા તાલુકાના મોકવા ગામ (Mokva village)ના વતની કલ્પેશસિંહ ડાભી (Kalpeshsinh Dabhi)નું રાત્રે અકસ્માતમાં મોત થયું છે. તેઓ સિંહુજ એમપીએલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી કાર લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાંઠવાડીથી મોકવા જવાના રોડ પર તેમની કાર ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.


    ગુજરાતના અન્ય અપડેટ્સ:-


    બનાસકાંઠામાં ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત


    આજે સોમવારે બનાસકાંઠા જિલ્લા (Sabarkantha district)ના કાંકરેજ તાલુકાના અધગામ ચાંગા (Adhgama Changa) પાસે થયેલા અકસ્માતને એક યુવાને જીવ ગુમાવ્યો છે. અહીં એક ટ્રેક્ટર ચાલકે બાઇક પર જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો. જે બાદમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બાઇક ચાલક જમીન પર પટકાયા બાદ ટ્રેકટરનું વ્હીલ તેના માથા પર ફરી વળ્યું હતું. જે બાદમાં બાઇક ચાલક ટીનાજી બાબુજી ઠાકોર (Teenaji Babuji Thakor)નું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બનાવ બાદ પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી.

    Kalpeshsinh Dabhi
    કલ્પેશસિંહ ડાભી


    આ પણ વાંચો: અમદાવાદનો કિસ્સો: 'તારા મોઢા પર કોણે બચકા ભર્યાં?' 

    શેઠની હત્યા કરનારો આરોપી ઝડપાયો


    અન્ય એક બનાવમાં બેંગલુરુમાં પોતાના શેઠની હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થયેલા એક આરોપીને અમીરગઢ પોલીસે (Amirgadh Police) ઝડપી પાડ્યો છે. બેંગલુરુમાં નોકરી કરવા ગયેલા રાજસ્થાનના પાલી જિલ્લાના બીજારામ દુર્ગારામ દેવાસીએ પોતાના માલિકની હત્યા કરી નાખી હતી. જે બાદમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 24 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અમીરગઢ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kheda, અકસ્માત, ભાજપ, મોત

    આગામી સમાચાર