ખેડાઃ પીપળાતા જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપની જંગી સરસાઇથી જીત

News18 Gujarati
Updated: July 23, 2019, 12:31 PM IST
ખેડાઃ પીપળાતા જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપની જંગી સરસાઇથી જીત
ખેડા જિલ્લા પંચાયતની તસવીર

ખેડા જિલ્લા પંચાયતની નડિયાદ તાલુકાના પીપળાતા જિલ્લા પંચાયત કોંગ્રેસના મહિલા સદસ્યને 3 સંતાનો હોવાથી પંચાયતી રાજના નિયમ મુજબ હોદ્દા પરથી દૂર કરતા ગત 21મી જુલાઈએ પીપળાતા બેઠકની જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ

  • Share this:
જનક જાગીરદારઃ ખેડા જિલ્લા પંચાયતની નડિયાદ તાલુકાના પીપળાતા જિલ્લા પંચાયત કોંગ્રેસના મહિલા સદસ્ય ને 3 સંતાનો હોવાથી પંચાયતી રાજના નિયમ મુજબ હોદ્દા પરથી દૂર કરતા ગત 21મી જુલાઈ એ પીપળાતા બેઠકની જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ કુલ 26 હજાર મતદારો ધરાવતી જિલ્લા પંચાયતની બેઠકમાં માત્ર 40 ટકા મતદાન નોંધાયું હતું.

આ બેઠકમાં આખડોલ કેરીઆવી પીપળાતા વલેટવા ગામોનો સમાવેશ થાય છે. ભાજપએ ઓબીસી મહિલાની આ બેઠકમાં મીનાબેન પ્રફુલભાઇ પરમારને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે હંસાબેન વિઠ્ઠલભાઈ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.

આજે મંગળવારે હાથ ધરાયલે મત ગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર મીનાબેન પરમારમાં 5963 મતોથી જીત મેળવી છે. કોંગ્રેસ પાસેથી જિલ્લા પંચાયત પીપળાતા બેઠક આંચકી લીધી છે.

આ પણ વાંચોઃ-LIVE જૂનાગઢ મનપા પરિણામ : ભાજપને બહુમતી, કોંગ્રેસે એક બે

પીપળાતા જિલ્લા પંચાયત ની પેટા ચૂંટણી માં કુલ મતદાન 10650 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપના મીનાબેન પ્રફુલભાઇ પરમાર 8189 મતો મળ્યા હતા. કોંગ્રેસના હંસાબેન વિઠ્ઠલભાઈ પરમારને 2226 મતો મળ્યા હતા.
જયારે નોટા માં 235 મતો પડ્યા હતા.
First published: July 23, 2019
વધુ વાંચો
अगली ख़बर