Home /News /madhya-gujarat /

ખેડા: ભાજપનાં દેવુસિંહ ચૌહાણનો જંગી વોટથી વિજય

ખેડા: ભાજપનાં દેવુસિંહ ચૌહાણનો જંગી વોટથી વિજય

ભાજપનાં દેવુસિંહ ચૌહાણને જનતાએ ફરી એક વખત રિપિટ કર્યા છે અને તેમને જંગી વોટ આપીને વિજય બનાવ્યા છે

ભાજપનાં દેવુસિંહ ચૌહાણને જનતાએ ફરી એક વખત રિપિટ કર્યા છે અને તેમને જંગી વોટ આપીને વિજય બનાવ્યા છે

  ન્યૂઝ18 ગુજરાતી: ગુજરાતમાં EVM ખુલી ગયા છે અને ખેડામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. લોકસભા મત ગણતરી ધીમી 3 કલાક માં 38 હજાર વોટ ગણાયા હોવીની ઘટના બાદ ઓબ્ઝર્વરએ મીડિયા સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. અને વિધાનસભા વાઈઝ મતગણતરીની માહિતી આપવાની ઓબ્ઝર્વરે ના પાડી હતી. આ બધાની વચ્ચે  ભાજપનાં ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણ હાલમાં 10,000થી વધુ વોટની લિડથી આગળ ચાલી રહ્યાં છે.

  એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડાની બેઠક ભાજપ માટે અત્યાર સુધી એક અઘરો વિષય હતી પણ વર્ષ 2014માં મોદી વેવને કારણે આ સિટ પરથી દિનશા પટેલ હાર્યા અને હવે 2019માં પણ ભાજપ માટે આ બેઠક જીતવી સહેલી થઇ ગઇ છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ આ બેઠક જીતવા માટે ભારે પરિશ્રમ કરી રહી છે.

  આ વખતે ખેડાની સિટ પરથી ભાજપનાં દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. દેવુસિંહએ એન્જિનિયરિંગ કરેલું છે. અને તેમની મિલકત 1.14 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહને આ બેઠક પર ટિકિટ આપવામાં
  આવી છે. તેઓ B.Sc સુધીનું ભણતર કર્યુ છે. અને તેમની સંપત્તિ 6.50 કરોડ રૂપિયા છે.  આ બેઠકમાં ચરોતરના ખેડા જિલ્લાના બાલાસિનોર, કપડવંજ, ઠાસરા તરફનો કેટલોક વિસ્તાર પંચમહાલ બેઠકમાં સમાવિષ્ટ થઇ ગયો છે. પરંતુ દસ્ક્રોઇ તાલુકાના ૪૦૯ મતદાન મથકો અને ધોળકા વિધાનસભાના ૨૬૧ મતદાન મથકોનો વિસ્તાર આ બેઠકમાં આવે છે. પરિણામે અમદાવાદ મ્યુનિસિપાલીટી અને ઔડા વિસ્તાર લાગુ પડતો હોય તેવા ઘણાં મત વિસ્તારો આ બેઠકમાં સમાવિષ્ટ થયા છે

  કોની વચ્ચે છે જંગ?
  ગત ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના ઉમેદવાર દેવુસિંહને જ આ વખતે રીપીટ કરવામાં આવ્યા હોવાથી સ્થાનિક સંગઠન વધારે સક્રિય થયું છે. કારણ કે બીજેપીમાં છેલ્લાં એક વર્ષથી અન્ય કોઇ ઉમેદવારનું નામ ઉભું થયું જ
  નથી. જયારે કોંગ્રેસ દ્વારા થોડા મહિનાઓ અગાઉ ભાજપ જોડે છેડો ફાડી કોંગ્રેસમાં આવેલા પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બિમલ શાહની પસંદગી કરવામાં આવી છે.

  સાંસદનું રિપોર્ટ કાર્ડ
  વર્તમાન સાંસદ દેવુ સિંહનાં વિસ્તારમાં, પાર્લામેન્ટમાં અને મિડીયામાં સતત એગ્રેસીવ બોલતા રહેતા નેતાની છાપ ધરાવે છે. જિલ્લામાં નડિયાદ ભૂમેલનો દાંડી માર્ગ, વડામથકનો સરદાર બ્રીજ, અમદાવાદ-ડાકોર ભક્તિમાર્ગ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, સર્વશિક્ષા અભિયાન, પાસપોર્ટ કચેરી, શત્રુંડા, મોદજ,મહુધા વગેરેબ્રીજ, ગળતેશ્વર જેવા યાત્રાધામોનું નવિનીકરણ, કપડવંજ ફાગવેલ વિસ્તારના ચેકડેમો વગેરે વિકાસકાર્યો પાછળ ૩૦૦ કરોડથી વધુના સરકારી નાણાં મેળવીને જિલ્લાની સિકલ બદલી હોવાનો દાવો કરે છે. આ ઉપરાંત ૩૨ વર્ષમાં પહેલી વખત ૧૭૮ કરોડના ખર્ચે કરવામાં આવેલ નહેરોનું નવિનીકરણ અને ૨૦૦ કરોડના ખર્ચે ગ્રામીણ સડક યોજના પોતાના પાંચ વર્ષના કાર્યોની ઉપલબ્ધિ ગણાવે છે.

  જ્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે આ સાંસદ પાંચ વર્ષમાં દેખાયા નથી, રોજગારી ઉભી કરી શક્યા નથી, પોતાના જ માણસોને સાથે રાખી શક્યા નથી અને જાતિવાદ ભડકાવનારા છે. જો કે તેમને પોતાની ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરીને તથા  સાંસદમાં ૯૦ ટકાથી વધુ હાજરી આપીને પોતાની ફરજો બજાવી હોવાનો પ્રચાર કરે છે.

  અનુમાન :
  આ બેઠકની મુખ્ય વિશેષતામાં બે મોટા વિરોધાભાસો જોવા મળે છે. જેમાં એકતરફ આઝાદી સમયથી આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. બીજી તરફ દર સરેરાશ દર ત્રણ-ચાર ચૂંટણી પછી તેમાં ચોંકાવનારા પરિણામો આવતા રહ્યા છે. જેમ કે કોંગ્રેસનો ગઢ હોવા છતાં અગાઉ બે વખત મુખ્ય કોંગ્રેસ(સંસ્થા કોંગ્રેસ)ના જ વિરુદ્ધમાં ઉભેલા ઉમેદવારો જીત્યા છે. ઉપરાંત ૧૯૯૧ની લોકસભામાં બીજેપીના કે.ડી.જેસ્વાણીએ કોંગ્રેસને હાર આપી હતી. ત્યારબાદ ફરીથી દિનશા પટેલ કોંગ્રેસમાંથી જીત્યા પરંતુ ૨૦૧૯ની ચૂંટણીથી (કોંગ્રેસના દિનશા પટેલ જીત્યા હોવા છતાં) એન્ટી ઇન્કમબન્સી વેવ શરુ થઇ ગયો હતો કારણ કે દિનશા પટેલ રાજ્ય અને કેન્દ્રના મંત્રી તથા સ્થાનિક દિગ્ગજ નેતા હોવા છતાં માત્ર ૮૦૦ જેટલા
  મતની સરસાઇથી જીત્યા હતા અને ૨૦૧૪ની લોકસભામાં તો ૨,૩૨,૯૦૧ જેટલી જંગી મતોથી હાર્યા હતા. આ બતાવે છે કે ખેડા લોકસભાના મતદારોએ વારંવાર ચોંકાવનારા પરિણામો આપવાનો મિજાજ બતાવ્યો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bjp gujarat, Congress Gujarat, Lok sabha election 2019, Loss, Verdict2019WithNews18, Win, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन