Home /News /madhya-gujarat /

VIDEO ડાકોર મંદિર વિવાદ: સેવકોના ટોળાએ મંદિરના મેનેજરને માર્યો માર

VIDEO ડાકોર મંદિર વિવાદ: સેવકોના ટોળાએ મંદિરના મેનેજરને માર્યો માર

મંદિરના મેનેજરને ડાકોરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ...

મંદિરના મેનેજરને ડાકોરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ...

    ખેડા જીલ્લાનું ડાકોર મંદિર ફરી વિવાદોમાં આવ્યું છે. હવે ડોકોર મંદિરના સેવકોએ ભેગા થઈ મંદિરના મેનેજરને માર મારવાની ઘટના સામે આવી છે.

    મળતી માહિતી મુજબ, ખેડા જીલ્લાના ડાકોરમાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ એવા રણછોડરાયજીના મંદિરમાં સેવકો અને મંદિરના મેનેજર વચ્ચે વિવાદ વકર્યો છે. આ વિવાદ એટલો વકર્યો કે, સેવકોના ટોળાએ મેનેજરને ઢઓર માર માર્યો.

    વિગતવાર જોઈએ તો, રણછોડરાય મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રીના મનસ્વી નિર્ણયથી સેવકો નારાજ હતા. આજે તમામ સેવકોએ ભેગા મળી મેનેજર સાથે વિવાદ થતા તેમને છુટા હાથનો માર માર્યો હતો. જેમાં મેનેજર ઘાયલ થયા હતા. હાલમાં ઘાયલ મંદિરના મેનેજરને ડાકોરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bearer, Dakor temple, Difference, Manager, Opinion

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन