Home /News /madhya-gujarat /

Ahmedabad Crime: માસીએ જ મિત્ર દ્વારા ભાણી પર બળાત્કાર કરાવ્યો, 15 વર્ષની સગીરાને 7 મહિનાનો ગર્ભ

Ahmedabad Crime: માસીએ જ મિત્ર દ્વારા ભાણી પર બળાત્કાર કરાવ્યો, 15 વર્ષની સગીરાને 7 મહિનાનો ગર્ભ

ગોમતીપુર પોલીસની ગિરફતમમાં આવેલ બન્ને આરોપીઓએ એક સગીર વયની દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે

Ahmedabad News: અંદાજે નવ મહિના પહેલા સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી, તે સમયે માસીનો મિત્ર બળદેવ સાગઠીયા ત્યાં આવ્યો હતો અને તેણે સગીરાની માસીને સગીરા સાથે પ્રેમ સંબંધ કરાવવા માટે જણાવતા કિશોરીની માસીએ જ સગીરાને લઈને પોતાના ધર્મના ભાઈ સાથે એક ઘરમાં લઈ ગઈ હતી. જ્યાં સગીરાની માસીએ જ તેને અન્ય રૂમમાં આરોપી સાથે મોકલતા બળદેવ સાગઠીયાએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabad City News)ના ગોમતીપુર (Gomtipur) વિસ્તારમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જ્યાં સગીર વયની કિશોરીને તેના જ માસીએ પોતાના મિત્ર પાસે મોકલી દુષ્કર્મ (Rape case) ગુજારવામાં મદદ કરવા મામલે ફરિયાદ નોંધાઇ છે. જોકે સગીરાને ગર્ભ (Minor Girl Pregnunt) રહી જતા તબીબી તપાસમાં સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાને પગલે પોલીસે સગીરાની માસી અને દુષ્કર્મ (Rape) ગુજારનાર યુવકની ધરપકડ કરી છે. એક માસીએ પોતાની જ ભાણી પર દુષ્કર્મ આચરવામાં યુવકને મદદ કરતા પારિવારિક સબંધોને લાંછન લગાવતા આ કિસ્સામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ગોમતીપુર પોલીસની ગિરફતમમાં આવેલ બન્ને આરોપીઓએ એક સગીર વયની દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. અને સૌથી મહત્વની વાત તો એ છે 15 વર્ષની સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીની મદદ કરવામાં અન્ય કોઈ નહીં, પરંતુ સગીરાના સગા માસી જ હોવાનું ખુલ્યું છે. એક આરોપીનું નામ બળદેવ સાગઠીયા છે અને તેની સાથે મહિલાએ પોતાની જ બહેનની સગીર વયની દીકરીને પોતાના ધર્મના ભાઈ પાસે મોકલી હતી. ગોમતીપુર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને શરીરમાં ફેરફાર દેખાતા માતાએ ડૉક્ટર પાસે તપાસ કરાવતા તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી સગીરાની પૂછપરછ કરતા તેને પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી.

આ પણ વાંચો- Bharuch: દહેજમાં ભારત રસાયણમાં ધડાકા સાથે આગ લાગી, 25 લોકો ઘાયલ, 10ની હાલત ગંભીર

અંદાજે નવ મહિના પહેલા સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી, તે સમયે માસીનો મિત્ર બળદેવ સાગઠીયા ત્યાં આવ્યો હતો અને તેણે સગીરાની માસીને સગીરા સાથે પ્રેમ સંબંધ કરાવવા માટે જણાવતા કિશોરીની માસીએ જ સગીરાને લઈને પોતાના ધર્મના ભાઈ સાથે એક ઘરમાં લઈ ગઈ હતી. જ્યાં સગીરાની માસીએ જ તેને અન્ય રૂમમાં આરોપી સાથે મોકલતા બળદેવ સાગઠીયાએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી એટલામાં ન અટકતા થોડાક દિવસો બાદ ફરી એકવાર સગીરા જ્યારે તેના માસી સાથે જઈ રહી હતી, ત્યારે સગીરાને તેના ઘરે છોડવાનું કહીને પોતાની બાઈક ઉપર બેસાડી પોતાના ઘરે લઇ જઇ બીજી વાર તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ પણ વાંચો- રાજસ્થાનથી મળી આવેલ RDX કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ અમદાવાદની લીધી હતી મુલાકાત

મહત્વનું છે કે ગોમતીપુર પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતાં સામે આવ્યું કે આરોપી બળદેવ સાગઠીયા પોતે પરિણીત છે અને તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા છે, જોકે તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા પરિવારને જાણ થઈ હતી અને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી સગીરાને અને આરોપીને મેડિકલ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ મામલે પકડાયેલી સગીરાની માસીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોય જે બાબતની જાણ ભાણીને હોવાથી પોતાની કરતૂત છુપાવવા સગીરા સાથે દુષ્કૃત્ય કરવામાં પોતાના મિત્રને મદદ કરી હોવાની ચર્ચા ચાલતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gomtipur, Gujarati news, અમદાવાદ પોલીસ

આગામી સમાચાર