આણંદ (Anand)ના નાપાડ વાંટામાં બનેલી વિચિત્ર ઘટના ચર્ચાસ્પદ બની છે. જ્યાં ડોલ ઢબૂક્યા, શરણાઇના સૂર રેલાયા, લગ્નમંડપમાં હસ્તમેળાપ પણ થયો અને સાત ફેરા પણ ફર્યા અને એકમેકનો સાથ આપવાના વચન પણ આપ્યા પરંતુ તે છતા વરરાજા લીલાતોરણે વહૂને લીધા વિના પરત ચાલ્યો ગયો હતો. આ વિચિત્ર કિસ્સો આણંદના એક ગામનો છે જ્યાં વરરાજા વિદાય સમયે તેમની લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર (BMW Car) મંડપ સુધી ન આવતા પિત્તો ગુમાવ્યો હતો અને કન્યા વિદાય સમયે જ કન્યાને પડતી મુકી ચાલતી પકડી હતી.
આણંદના નાપાડ વાંટા ગામમાં લગ્નપૂર્ણ થયા બાદ વરરાજાએ નાની વાતનો પહાડ બનાવી દીધો છે. જ્યાં લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ વિદાય સમયે વરને લઈને આવેલી BMW કાર મંડપ સુધી કોઇ કારણસર આવી શકતી ન હતી. આથી ગુસ્સે થઇ વરરાજાએ કન્યાને ત્યાંજ છોડીને ચાલતી પકડી હતી. જોકે આ દરમિયાન કન્યાને લીધા વગર જ જાન લીલા તોરણે પરત ફરી હતી.
વિદાય વેળાએ કાર લગ્ન મંડપ સુધી ન આવી શકતાં વરરાજા નવવધૂને લીધા વિના જ ભાગી ગયો
કન્યાની વિદાય સમયે મંડપે જવાનો રસ્તો સાંકડો હોવાથી વરરાજાની કાર પહોંચી શકે તેમ ન હોવાથી વરરાજા ગુસ્સે થઇ ગયો હતો. આ કારણે કન્યાની વિદાઈની અટકી ગઇ છે. હાલમાં આ વિચિત્ર ઘટના આખા પંથકમાં ભારે ચર્ચાસ્પદ બની હતી.
આ ઘટનાને લઇ સભ્ય સમાજના લોકો વરરાજાની આ હરકતને વખોડી રહ્યા છે. અને દીકરીને ન્યાય અપાવવા હામ ભરી રહ્યા છે. ત્યાં જ આ ઘટનાને લઇ સામાજીક કાર્યકરતા એવા હંસાકુવર બેને જણાવ્યું હતું કે, સામાજિક ટિકાનો વ્યાપક ભોગ બનવા છતાં વરપક્ષ બાપ વિનાની દીકરીની અને તેના પરિવારની વેદના સમજવા તૈયાર નથી. સાસરે જવાના ઓરતાં લઈ સુખદ સમાધાનની રાહ જોતી નવવધૂના ઓરતાં પુરા થાય તે માટે સમાજના વડીલો સક્રિય બન્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર