ડિરેક્ટરોએ અમુલમાં ભરતીમાં ગોટાળાનો લગાવ્યો આરોપ,ચેરમેને નકાર્યો

News18 Gujarati | News18 Gujarati
Updated: February 27, 2017, 8:00 PM IST
ડિરેક્ટરોએ અમુલમાં ભરતીમાં ગોટાળાનો લગાવ્યો આરોપ,ચેરમેને નકાર્યો
ખેડા: દૂધ ઉત્પાદન અને દૂધની અન્ય ચીજવસ્તુ માટે જાણીતું નામ એટલે અમુલ. પરંતુ અમુલમાં પણ હવે રાજકારણ ગરમાયું છે કેમ કે હાલમાં જ ત્રણ ડીરેક્ટરો દ્વારા અમુલમાં ભરતીમાં ગોટાળાના સનસનીખેજ આક્ષેપ કરાયા છે તો બીજી તરફ ચેરમેન દ્વારા આ સમગ્ર આરોપને નકારવામાં આવ્યા છે.

  • Share this:

અમુલ ડેરીના 3 ચાલુ ડિરેક્ટરોએ અમુલના ચેરમેન સામે અમુલના વહીવટમાં ગેરરીતિનો ગંભીર આક્ષેપ ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતા માં પત્રકાર પરિષદ કર્યો હતો.આ અંગે ખુલાસા અંગે અમુલ ડેરીના ચેરમેનએ આજે આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.

ramsinh parmar amul

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

વિશ્વના બજારો માં દૂધ અને દૂધ બનાવટની ચીજ વસ્તુ માટે જાણીતી અમુલ ડેરીના વહીવટમાં ગોટાળાનો આક્ષેપ બાલાસિનોરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક ખેડા જિલ્લા પંચાયતના ભાજપના જિલ્લા સદસ્ય વિપુલ પટેલ અને અન્ય એક ડિરેક્ટર તેજસ પટેલે મુક્યો છે.આ ડિરેક્ટરોના મતે અમુલની બંધ થઇ ગયેલ મશીનરી સસ્તાભાવે વેચવામાં આવી છે.અમુલમાં યુવાનોને નોકરી આપવામાં ગોટાળા થયા છે.

અમુલમાં પશુ માટે જે દાણ ઉત્પાદન કરવામાં આવે છે તે પોષણક્ષમ નથી તેમજ અમુલમાં દૂધ ભરતા દૂધ ઉત્પાદકોને અન્ય સંઘોની સરખામણીમાં ઓછા ભાવ આપવામાં આવે છે તેમજ આ અમુલના ગેરવહીવટમાં કોંગ્રેસના 3 ધારાસભ્યો પણ સંડોવાયેલા છે તેવો ગંભીર આક્ષેપ ભાજપના બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક,પંચાયતના જિલ્લા સભ્ય વિપુલ પટેલ અને અન્ય એક તેજસ પટેલે મુક્યો હતો.

અમુલના 3 ડિરેક્ટરો કરેલ આક્ષેપના જવાબો આપવા માટે આણંદ અમુલ ડેરી ખાતે ડેરીના ચેરમેન રામસિંહ પરમારે પત્રકાર પરિષદ યોજી જેમાં રામસિંહ પરમારે તમામ આક્ષેપો વાહિયાત અને ખોટા હોવાનું જણાવ્યું હતું,આ પ્રકારના આક્ષેપો અમુલની ગરિમાને નુકશાન પહુંચાડે છે.
 
First published: February 27, 2017, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading